રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ1 જુલાઈ, 2026| Super Admin

પાટણ SOGની મોટી કાર્યવાહી: દેશી બંદૂક સાથે એક આરોપીની ધરપકડ

પાટણ SOGની મોટી કાર્યવાહી: દેશી બંદૂક સાથે એક આરોપીની ધરપકડ

પાટણ SOG પોલીસ ટીમે સમી વિસ્તાર માંથી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બનાસકાંઠા રેન્જ આઈજી અને પાટણ પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી હતી.ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે મળેલી સૂચનાના આધારે, SOG પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ SOG ટીમ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.પેટ્રોલિંગ દરમિયાન, ખાનગી અને વિશ્વસનીય સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે સમી ના શેખસલા તલાવડી પાસેના કાચા રસ્તા પર એક વ્યક્તિ દેશી બનાવટની બંદૂક સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા, ગેરકાયદેસર પાસ-પરવાનગી વગરની એક દેશી બંદૂક સાથે એક ઇસમ મળી આવ્યો હતો.પોલીસે આરોપી પાસેથી રૂ. 2500ની કિંમતની બંદૂક જપ્ત કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ જુમ્માભાઈ સલીમભાઈ હાજીભાઈ સિંધી (રહે.સમી એકતાનગર, તા.સમી.જી. પાટણ) તરીકે થઈ છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર