નર્મદા ડેમ છલકાતો હોવા છતાં પાટણ પંથકની કેનાલો કોરી : રવિ પાક પર સંકટ
રાજ્ય સરકારે 4 જિલ્લા માટે દુષ્કાળ સહાય પેકેજ જાહેર કર્યું પણ પાટણ જિલ્લાનો સમાવેશ ન કરાતા ખેડૂતોમાં અસંતોષ
સિંચાઈના પાણીની તંગીને કારણે પાટણ પંથકના ખેડૂતો ના ઊભા પાક પર જોખમ ઉભું થયું છે. ખેડૂતો દ્વારા સુજલામ સુફલામ કેનાલ માંથી પાણી છોડવા અથવા આર્થિક સહાય આપવાની માંગ કરી રહ્યા છે.સરકારી ચોપડે પાટણ જિલ્લામાં મોસમનો સરેરાશ 22 ઇંચ વરસાદ નોંધાયો, પણ વાસ્તવમાં વરસાદની અનિયમિતતાથી મોટું નુકસાન થયું છે. શરૂઆતમાં ભારે વરસાદથી બિયારણ ધોવાયા, પછી લાંબો સમય વરસાદ ખેંચાયો. કમોસમી વરસાદે પણ પાકને નુકસાન પહોંચાડ્યું હતું. નર્મદા ડેમ 138 મીટરની સપાટીએ ભરાયેલો હોવા છતાં કેનાલોમાં પાણી છોડાયું નથી.રાજ્ય સરકારે 4 જિલ્લા માટે દુષ્કાળ સહાય પેકેજ જાહેર કર્યું છે. પાટણ જિલ્લાનો તેમાં સમાવેશ નથી. આનાથી ખેડૂતોમાં ભારે અસંતોષ છે. સિંચાઈના પાણીની તંગીને કારણે ઊભા પાક પર જોખમ ઉભું થયું છે. ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા અથવા આર્થિક સહાય આપવાની માંગ કરી રહ્યા છે.





