રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી

પાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી

પાલિકા ચીફ ઓફિસરે સ્થળ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી 

પાટણ શહેરના હાઇવે સ્થિત હાસાપુર ચોકડી અને ઊંઝા ત્રણ રસ્તાથી સિદ્ધપુર રોડ વિસ્તારમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરવાના કારણે ફેલાતી ગંદકી અને દુર્ગંધની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકા ચીફ ઓફિસરે સ્થળ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હાસાપુર ચોકડી અને ઊંઝાત્રણ રસ્તાથી સિદ્ધપુર રોડ વિસ્તારની ગટર લાઈનમાં છાશનો નિકાલ કરવાના કારણે ફેલાતી ગંદકી અને દુર્ગંધની ફરિયાદોને પગલે શુક્રવારે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થળ પર જઈ રૂબરૂ તપાસ કરી છાશનો નિકાલ કરતા એકમો સામે  કાયદાકીય કાર્યવાહી હાથ ધરતા સનસનાટી મચી જવા પામી હતી. 

પાટણ ચીફ ઓફિસર દ્વારા વિસ્તારના લોકોની રજુઆત ના પગલે હાથ ધરવામાં આવેલ કામગીરીને વિસ્તારના લોકોએ સરાહનીય લેખાવી સમસ્યામાથી કાયમી છુટકારો મળે તેવી આશા વ્યકત કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર