કોર્ટની સત્તા વહીવટી અધિકારીઓને અપાતા રોષ
ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા નવા ભાડા વિધેયક 2026ના વિરોધમાં પાટણના વકીલોએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ પર આ હડતાળનું એલાન કરાયું છે. વકીલોનો મુખ્ય વિરોધ એ છે કે રેન્ટ એક્ટ હેઠળ કોર્ટની ન્યાયિક સત્તાઓ હવે વહીવટી અધિકારીઓને સોંપી દેવાઈ છે. વકીલ અગ્રણીઓના મતે, આનાથી પક્ષકારોને ઝડપી ન્યાય મળવામાં મુશ્કેલી પડશે.વકીલોનું કહેવું છે કે વહીવટી અધિકારીઓ પર પહેલાથી જ કામનો બોજ છે.આ જોગવાઈ બંધારણના આર્ટિકલ 21નો ભંગ કરે છે અને અસીલો તેમજ વકીલો બંનેના હિતોને નુકસાન પહોંચાડશે. બિલ રદ કરવા અથવા સુધારાની માંગ સાથે બાર કાઉન્સિલે ઠરાવ પસાર કર્યો છે.





