રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ22 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ: રાજપુર-કતપુર રોડ પર સીરપનો મોટો જથ્થો ફેંકાયો, લોકોમાં ભારે રોષ

પાટણ: રાજપુર-કતપુર રોડ પર સીરપનો મોટો જથ્થો ફેંકાયો, લોકોમાં ભારે રોષ

અજાણ્યા ઇસમોનું કૃત્ય, સ્થાનિકોએ તપાસ અને કાર્યવાહીની માંગ કરી

પાટણ નજીક રાજપુર-કતપુર રોડ પર અજાણ્યા ઇસમો દ્વારા વિવિધ પ્રકારની સીરપનો મોટો જથ્થો જાહેર રસ્તા પર ફેંકી દેવામાં આવતા આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ કિસ્સામાં પર્યાવરણ અને જાહેર આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થયા હોવાનું સામે આવ્યું છે. મેડિકલ વેસ્ટ અથવા એક્સપાયરી ડેટ થયેલી દવાઓના નિકાલ માટે ચોક્કસ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા હોય છે. જોકે, જવાબદાર લોકોએ નિયમોનું પાલન કરવાને બદલે નિર્જન જગ્યાનો લાભ ઉઠાવીને સીરપનો આખો જથ્થો રસ્તા પર ખુલ્લો ફેંકી દીધો હતો. 

આ રીતે ખુલ્લામાં ફેંકાયેલી દવાઓ પશુઓ કે બાળકોના સંપર્કમાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ ઉપરાંત, ફેંકાયેલી બોટલોમાં નશાકારક કે પ્રતિબંધિત ઘટકો છે કે કેમ તે અંગે પણ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક નાગરિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સીરપના જથ્થાની તપાસ કરે.તેમણે વધુમાં જણાવ્યું કે, આ દવાઓ ક્યાંથી લાવવામાં આવી અને કોણે ફેંકી છે તે જાણવા માટે રસ્તા પરના CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવે.દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે.

સંબંધિત સમાચાર