પાટણમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ મહિલા મોરચા પર શાહી ફેંકાઈ
કોગ્રેસના મહિલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયતનો પ્રયાસ કરતા કોંગ્રેસ આગેવાનો ધુવાફુવા
પાટણ શહેરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા રાહુલ ગાંધીના વિરોધ પ્રદર્શન દરમિયાન શાહી ફેંકવાની ઘટના બનતા મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.પાટણ જિલ્લા ભાજપની મહિલા કાર્યકરો રેલી સ્વરૂપે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાવવા પહોંચી હતી.આ દરમિયાન ભાજપની મહિલાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પોકારી દેખાવો કર્યા હતા.79.jpg122.45 KBઆ સમયે કોંગ્રેસ કાર્યાલય પર ઉપસ્થિત મહિલાઓ અને કાર્યકરોએ વિરોધ કરી રહેલી ભાજપની મહિલા કાર્યકરો પર શાહી ફેંકી હતી. શાહી ફેંકવાની આ ઘટના બાદ બંને સભ્યો વચ્ચે પરિસ્થિતિ વધુ વણસી હતી અને ભારે હોબાળો મચી ગયો હતો. ઘટના સ્થળે ફરજ પર તૈનાત પોલીસ કાફલાએ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે શાહી ફેંકનાર મહિલા કાર્યકરોને ડિટેઇન કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, પોલીસે અટકાયતી પગલાં ભરવાનો પ્રયાસ કરતા જ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સુત્રોચ્ચાર શરૂ કર્યા હતા. બંને પક્ષોના સામ સામે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચારને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પોલીસે વધુ સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી.