રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ23 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ ખાતે આયોજિત પશુપાલકોનું સંમેલન દુધ સાગર ડેરીના ચેરમેન વિરૂદ્ધ નહીં કે સરકાર વિરુદ્ધ : કાનજીભાઈ દેસાઈ

પાટણ ખાતે આયોજિત પશુપાલકોનું સંમેલન દુધ સાગર ડેરીના ચેરમેન વિરૂદ્ધ નહીં કે સરકાર વિરુદ્ધ : કાનજીભાઈ દેસાઈ
પાટણ જિલ્લાના પાંચ તાલુકામાંથી ૫ થી ૭ હજાર પશુપાલકોની રેલી સાથે આક્રોશ સંમેલન યોજાશે મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેનના પશુપાલકોને ઢાલા વચનો અને પશુપાલકો વિરૂદ્ધ કરાયેલ નિણૅયો ને લઈને સજૉયેલ વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. જેના પડધા તાજેતરમાં પાટણ જિલ્લાના હારીજ ખાતે યોજાયેલા પશુપાલક સંમેલન પડ્યાં હતાં. ત્યારે વધુ એક પશુપાલકોનું સંમેલન બુધવારના રોજ પાટણ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં પશુપાલકોને સ્પર્શતા કુલ ૧૭ પ્રશ્નો ની માંગ સાથે પાટણ જિલ્લાના પાંચ તાલુકા માંથી અંદાજિત ૫ થી ૭ હજાર પશુપાલકો રેલી યોજી દુધ સાગર ડેરી ના ચેરમેન વિરૂદ્ધ શહેરના ખાડીયા ગ્રાઉન્ડમાં પશુપાલકોનું આક્રોશ સંમેલન યોજાનાર છે.પાટણ ખાતે યોજાનાર આ સંમેલન પૂર્વે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં દુધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી ના વિરુદ્ધ માં બેનરો પણ લાગ્યા હોય ત્યારે બુધવારે યોજાનાર આ સંમેલનને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. પાટણ ખાતે આયોજિત આ પશુપાલકોના સંમેલનને સમથૅન આપતાં પાટણ તાલુકા પંચાયતનાં પૂવૅ પ્રમુખ અને પશુપાલન સેવા સમિતિના કન્વીનર કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ મેહમદપૂર વાળાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ પશુપાલકોનું સંમેલન સરકારની વિરુદ્ધમાં નહીં પરંતુ ફક્ત ને ફક્ત દુધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની વિરુદ્ધમાં આયોજિત કરવામાં આવ્યું છે.તેઓએ દુધ સાગર ડેરીના ચેરમેન સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ચેરમેને ખેડૂતોને આપેલા એક પણ વચનને પાળ્યા નથી અને ખેડૂતો વિરૂદ્ધ ના નિણૅયો કયૉ છે.ત્યારે બુધવારે પાટણ ખાતે આયોજિત પશુ પાલકોના સંમેલનને દુધ સાગર ડેરીના ચેરમેનમાં તાકાત હોય તો રોકી બતાવે તેવો હુંકાર કરી આ સંમેલનમાં પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી, સિધ્ધપુર, સમી, હારીજ અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો સાથે બહુચરાજી-ચાણસ્મા વિભાગના પશુપાલકો ઉપસ્થિત રહેનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર