રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ14 જુલાઈ, 2026| Super Admin

પાટણ તંત્રની મોટી કાર્યવાહી: કાકોશીમાં ડેરી પર દરોડો, 74 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

પાટણ તંત્રની મોટી કાર્યવાહી: કાકોશીમાં ડેરી પર દરોડો, 74 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

શંકાસ્પદ ઘીના નમૂના સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલાયા

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે આવેલી એક ડેરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન મોમીન તોશીફભાઈ મહંમદભાઈ સંચાલિત ડેરી યુનિટ માંથી 74 કિલોગ્રામ શંકાસ્પદ લેબલ વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. તંત્રએ ઘીના નમૂના પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલ્યા છે અને એકમને સુધારણા નોટિસ પણ ફટકારી છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા ખોરાક સુરક્ષા તપાસ અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર એન. જે. ત્રિવેદીએ સિદ્ધપુરના કાકોશી ગામે મોટા મદ્રેસા રોડ પર આવેલી મે. સર્વોદય ડેરીમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન,મોમીન તોશીફભાઈ મહંમદભાઈ સંચાલિત આ એકમમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું વેચાણ અને સંગ્રહ થતો હોવાનું જણાયું હતું. આથી, અધિકારી દ્વારા સ્થળ પરથી ઘીના બે નમૂના લેવામાં આવ્યા હતા.મોમીન તોશીફભાઈ મહંમદભાઈ સંચાલિત આ એકમમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું વેચાણ અને સંગ્રહ થતો હોવાનું જણાયું હતું. આથી, અધિકારી દ્વારા સ્થળ પરથી ઘીના બે નમૂના લેવામાં આવ્યા હતા.

તપાસમાં એકમમાંથી લેબલ વગરના ઘીના ટીન મળી આવ્યા હતા. ફૂડ વિભાગે આ લેબલ વગરના ટીનમાં રાખવામાં આવેલું કુલ 74 કિલો ગ્રામ ઘી સીઝ કર્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 26,640/- છે. આ ઉપરાંત એકમમાં સફાઈ અને નિયમોના પાલનમાં અનેક ખામીઓ જોવા મળી હતી.આ ખામીઓને ધ્યાનમાં રાખીને ફૂડ બિઝનેસ ઓપરેટરને સુધારણા નોટિસ (Improvement Notice) આપવામાં આવી છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લેવાયેલા ઘીના નમૂનાઓને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.જે લેબોરેટરીનો અહેવાલ આવ્યા બાદ જ ઘી શુદ્ધ છે કે ભેળસેળ યુક્ત તે સ્પષ્ટ થશે.રિપોર્ટના આધારે FSSA, 2006 ની જોગવાઈઓ હેઠળ એકમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર