રૂ.૧,૪૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ધાણોધરડા નજીક ઇલેક્ટ્રીક લાઇન ફાઉન્ડેશનના સરસામાનની ચોરીના ગુનાનો ભેદ ચાણસ્મા પોલીસે ઉકેલી રૂ. ૧,૪૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા ઈ. ચા. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે પાટણનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે તેમજ મે.ના.પો.અધિ.પરેશ રેણુકાના સીધા માર્ગદર્શન હેઠળ ચાણસ્મા પીઆઈ જે.વી.પટેલની સુચના આધારે ચાણસ્મા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે ધાણોધરડા ગામ નજીક આવેલ સંતોશ ગૌશાળા પાસે ૬૬ કે.વી ઇલેક્ટ્રીક લાઇનના ફાઉન્ડેશનના સરસામાનની ચોરી સચીનભારથી રમેશભારથી ગૌસ્વામી રહે.સોજીત્રા તા.ચાણસ્મા તથા સુનીલભાઇ ચંદુભાઇ દેવીપુજક રહે.સોજીત્રા તા. ચાણસ્મા વાળાઓએ કરેલ છે. જે હકીકત આધારે પોલીસ ટીમે સદરી બંને ઇસમોને પો.સ્ટે લાવી આગવી ઢબે પુછપરછ કરતાં બંને ઇસમોએ ચોરી કરેલાની કબુલાત કરતા તેઓની પાસેથી ચોરીના કામે વપરાયેલ પીકપ ડાલા સહિત ચોરીનો મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.





