રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુર-સમી હાઇવે પર અકસ્માત: માતા-પુત્રનાં મોત, 2 બાળકો સહિત 4 ઈજાગ્રસ્ત

રાધનપુર-સમી હાઇવે પર અકસ્માત: માતા-પુત્રનાં મોત, 2 બાળકો સહિત 4 ઈજાગ્રસ્ત

દ્વારકા દર્શન કરી દીકરીને મળવા ભાભર જતાં રાજસ્થાનના સોની પરિવારને કાળ નડ્યો

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આવેલા ગોચનાદ ગામ નજીક શુક્રવારની વહેલી સવારે આશરે 6 વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વર તરફથી આવી રહેલી સ્વિફ્ટ કાર અને સામેથી આવતા ગેસના બાટલા ભરેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને કારમાં સવાર માતા અને પુત્રનું સ્થળ પર જ પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. જ્યારે પરિવારના બે બાળક સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રકચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ પોલીસ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળ પર દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી મૃતકોની લાશના પંચનામા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

અકસ્માતમાં મૃત્યુ પામનાર મારવાડી સોની પરિવારના જમનાબેન મોંગીલાલ સોની (ઉં.વ.70) અને રણજીતભાઈ મોંગીલાલ સોની (43) હોવાનું જાણવા મળ્યું છે જયારેઇજાગ્રસ્ત બનેલ શ્રવણભાઈ રણજીતભાઈ સોની (ઉં.વ.6),અમિતભાઈ રણજીતભાઈ સોની (ઉં.વ.9), આરોહીબેન રણજીતભાઈ સોની (ઉ.વ.40) અને યશકુમાર શામળભાઈ (રહે. ભાભર, (ઉ. વ. .23) હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર