રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુર-વારાહી રોડ પર ફોર્ચ્યુનરની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું

રાધનપુર-વારાહી રોડ પર ફોર્ચ્યુનરની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું

પાટણના રાધનપુર-વારાહી રોડ પર કલ્યાણપુરા ગામના પુલ પાસે બનેલ અકસ્માતના બનાવમાં ફોર્ચ્યુનર કારે બાઈકને પાછળથી ટક્કર મારતા કમાલપુર ગામના 37 વર્ષીય લાલાભાઈ મોતીભાઈ ભરવાડનું મોત થયું હતું. આ ઘટના રાત્રે લગભગ સાડા નવ વાગ્યે બની હતી. લાલાભાઈ રાધનપુરમાં મજૂરી કરીને પોતાના ગામ કમાલપુર પરત ફરી રહ્યા હતા. કારની ટક્કરથી તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઈજાઓ થઈ. પરિવારજનોને વોટ્સએપ ગ્રૂપથી જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને રાધનપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કરી લાશનું

પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃતકના ભાઈએ ફોર્ચ્યુનર કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં આરોપ છે કે કારચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી લાલાભાઈનું મોત નીપજાવ્યું છે. રાધનપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર