રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા: પાંથાવાડા પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુંદરી ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રેલર નંબર RJ.09.GB.9310ને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રેલરમાંથી દારૂ અને બિયરની કુલ 3,780 બોટલ/ટીન મળી આવી હતી. પોલીસે ઝડપાયેલા દારૂ-બિયરની કિંમત આશરે રૂ.9.03 લાખ આંકી છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આશરે રૂ.15 લાખનું ટ્રેલર પણ પોલીસે કબજે કર્યું છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.24.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બે રાજસ્થાની શખ્સો સામે કાર્યવાહીઃ દારૂની હેરાફેરીના આ મામલે પોલીસે ટ્રેલર ચાલક સહિત કુલ બે રાજસ્થાની શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો અને સમગ્ર હેરાફેરી પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. ગુંદરી ચેકપોસ્ટ પર પાંથાવાડા પોલીસની આ કાર્યવાહીથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં થતી દારૂની હેરાફેરી સામે પોલીસની સતર્કતા ફરી સામે આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર