રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 સપ્ટેમ્બર, 2026| Super Admin

પાલનપુરની શ્રીરામ વિદ્યાલયને FRCનો રૂ.15 લાખનો દંડ..!

પાલનપુરની શ્રીરામ વિદ્યાલયને FRCનો રૂ.15 લાખનો દંડ..!

ફીના નામે વાલીઓ પાસેથી ઉઘરાણીના આક્ષેપો બાદ FRCની કડક કાર્યવાહી

પાલનપુરમાં શિક્ષણના નામે ફી વસૂલાતના મામલે મોટો ધડાકો થયો છે. અમદાવાદ ઝોન કમિટી ફી રેગ્યુલેશન કમિટી એટલે કે FRCએ પાલનપુરના ગોવિંદા કેમ્પસ સ્થિત શ્રી રામ વિદ્યાલય પ્રાયમરી સ્કૂલને રેકોર્ડબ્રેક રૂ.15 લાખનો દંડ ફટકાર્યો હોવાની માહિતી સામે આવી છે. શાળા મેનેજમેન્ટને આ દંડ 15 દિવસમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં ભરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે.

81.jpg 92.4 KB
વાલીઓની ફરિયાદ મુજબ શાળામાં નક્કી કરાયેલી શૈક્ષણિક ફી ઉપરાંત લંચ, કલ્ચરલ અને વૈકલ્પિક પ્રવૃત્તિઓના નામે વધારાની ફી વસૂલવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે વાલીઓએ FRCમાં લેખિત રજૂઆત કરતાં કમિટીએ તપાસ હાથ ધરી હતી અને તપાસ બાદ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ફીના નામે મનમાની વસૂલાત સામે હવે FRCની ચાબુક વાગી છે! વાલીઓ પાસેથી નિયમ બહારની કે વધુ ફી વસૂલાત થાય છે કે નહીં તે મુદ્દો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. પાલનપુરમાં અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ફીના નામે મોટી રકમ વસૂલાત થતી હોવાની ફરીયાદ ઉઠી છે.

 સૌથી મોટો સવાલ એ છે કે, વાલીઓના ખિસ્સા પર કાતર મૂકી ચાલતી ફીની વસૂલાત સામે હવે કોણ કરશે તપાસ? એક શાળામાં રૂ.15 લાખનો દંડ ફટકારાયા બાદ શું અન્ય શાળાઓની ફી વસૂલાત પણ તપાસના દાયરામાં આવશે? જિલ્લા પ્રાથમિક શિક્ષણા ધિકારી વિનુભાઈ પટેલે FRCની કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દંડના અમલીકરણ માટે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, પાલનપુરમાં આવી અનેક શાળાઓ બેફામ ફી ની વસુલાત કરતી હોવાની સમયાંતરે રાવ ઉઠે છે. ત્યારે વાલીઓ જાગૃત થાય તો ફીના નામે થતી કથિત મનમાનીનો વધુ પર્દાફાશ થઈ શકે તેમ હોવાનું ચર્ચાની એરણે ચડ્યું છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર