રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા3 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાલનપુર તાલુકા પોલીસે ઘરફોડ ચોરીમાં સામેલ બે આરોપી ઝડપાયા

પાલનપુર તાલુકા પોલીસે ઘરફોડ ચોરીમાં સામેલ બે આરોપી ઝડપાયા

પાલનપુર તાલુકા પોલીસ હદ વિસ્તારમાંથી ઘર ફોડ ચોરીના બન્યો હતો. જેમાં ફરિયાદીના  રહેણાંક છાપરામાંથી  અજાણ્યા ઈસમો દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.  પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં બે ચોરોને ઝડપી લેતા  પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ બે  ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પંથકમાં છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરી, ઘરફોડ ચોરી જેવા ગુના બનતા  બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા માલ મિલકત સંબંધિત ગુના શોધી કાઢવા માટે કડક સૂચના કરી હતી. પાલનપુર તાલુકાના મેરવાડામાં 20 દિવસ અગાઉ એક રહેણાંક છાપરામાંથી રાત્રિના સમયે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતની ચોરી થઈ હતી જેને લઇ પાલનપુર તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યાએ ચોરીનો ભેદ ઉકેલવા ટિમ બનાવી નેત્રમ શાખાની મદદથી 100 થી વધુ અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી ખાનગી બાતમીદારોની મદદથી  ઘર ફોડ ચોરીનો આરોપી ચિત્રાસણી બાજુ આવવાની બાતમી  મળતા  પોલીસ દ્વારા વોચ ગોઠવી ચિત્રાસણીથી ચોરીમાં સંડોવાયેલા મૂળ રાજસ્થાનના કાશી સીતારામ આહીર અને રાજેશ મોહનનાથ જોગી નામના બે આરોપીઓને ઝડપી પાડી  રોકડ રકમ 82000 અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. જેથી પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો.    

સંબંધિત સમાચાર