રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર પોલીસની મોટી સફળતા: આંતરરાજ્ય બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

પાલનપુર પોલીસની મોટી સફળતા: આંતરરાજ્ય બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસે આંતરરાજ્ય બાઈક ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચોરીના કુલ 19 મોટર સાયકલ કબજે કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 7.15 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પાલનપુર તાલુકા પોલીસની ટીમ ચિત્રાસણી ઓપી વિસ્તારમાં પ્રોહિબિશન અને મિલકત સંબંધી ગુનાઓની શોધખોળ માટે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લુણાવાથી સાંગલા ગામ તરફ જતાં માર્ગ પર બે શંકાસ્પદ ઇસમોને નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ બસુરારામ ભીખારામ ધ્રાંગી (રહે. બેરાફળી, ચોટીલા, આબુરોડ) અને રવિન્દ્રસિંહ જભલસિંહ ચૌહાણ (રહે. આંતરોલી, પાલનપુર) તરીકે થઈ છે. બંને પાસે મોટરસાયકલના કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો ન મળતા પોલીસે પોકેટ કોપ એપ્લિકેશન મારફતે તપાસ કરતા એક મોટરસાયકલ અમીરગઢ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલું હોવાનું બહાર આવ્યું હતું.

સઘન પૂછપરછમાં બસુરારામે કબૂલ્યું હતું કે, તે વિવિધ સ્થળોએથી ચોરી કરેલા મોટરસાયકલો લાવી પોતાના સાગરીત રવિન્દ્ર સિંહના ખેતરમાં સંતાડતો હતો. જ્યારે કેટલાક મોટરસાયકલો વેચાણ માટે ભટામલ ચોકડી ખાતે આવેલી વિક્રમભાઈ ઠાકોરની ગેરેજમાં રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને સાથે રાખી રવિન્દ્રસિંહના ખેતરમાંથી 9 ચોરાયેલા મોટરસાયકલ કબજે કર્યા હતા. ત્યારબાદ ભટામલ ચોકડી ખાતે આવેલી ગેરેજ પર દરોડો પાડી વિક્રમ ભાઈ ગોટાતર (ઠાકોર)ની ધરપકડ કરી તેની પાસેથી વધુ 8 મોટરસાયકલ જપ્ત કર્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન ત્રણેય આરોપીઓ પાસેથી કુલ 19 ચોરાયેલા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર બસુરારામ ધ્રાંગી, ચોરીના વાહનો સંતાડનાર રવિન્દ્રસિંહ ચૌહાણ તથા વેચાણ માટે ગેરેજમાં રાખનાર વિક્રમભાઈ ગોટાતર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 આંતરરાજ્ય બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

પકડાયેલા આરોપી: 3

જપ્ત બાઈક: 19

મુદ્દામાલની કિંમત: રૂ. 7.15 લાખ

આરોપીઓ: બસુરારામ ધ્રાંગી, રવિન્દ્રસિંહ ચૌહાણ અને વિક્રમભાઈ ગોટાતર (ઠાકોર)

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર