રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

એક વર્ષમાં 25 કરોડથી વધુનો દારૂ: 1.79 કરોડનો જુગાર અને 3.21 કરોડના NDPS કેસનો મુદ્દામાલ જપ્ત કર્યો

એક વર્ષમાં 25 કરોડથી વધુનો દારૂ: 1.79 કરોડનો જુગાર અને 3.21 કરોડના NDPS કેસનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા જિલ્લા પોલીસે વર્ષ 2024માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ, પોલીસે પ્રોહિબિશન, જુગાર અને NDPSના કેસોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ દરમિયાન પોલીસે કુલ 14,425 પ્રોહિબિશનના કેસો નોંધ્યા હતા. જેમાં રૂ. 25 કરોડ 34 લાખ 35 હજારનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જુગારની બદી સામે પણ કડક કાર્યવાહી કરતાં 451 કેસો નોંધી રૂ. 1 કરોડ 79 લાખ 99 હજાર 888નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર સામે પણ પોલીસે સખત કાર્યવાહી કરી છે. NDPS એક્ટ હેઠળ 25 કેસો નોંધવામાં આવ્યા હતા. જેમાં રૂ. 3 કરોડ 21 લાખ 35 હજાર 46નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા પોલીસ દ્વારા DGP વિકાસ સહાયના માર્ગદર્શન મુજબ અને ચિરાગ કોરડીયાની સૂચના અનુસાર બનાસકાંઠા જિલ્લા દ્વારા દારૂ, જુગાર અને NDPS માં ખુબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રવૃત્તિ સદંતર રૂપે બંદ થઈ એના માટે બનાસકાંઠા પોલીસ દ્વારા ખુબ મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર