મહેસાણામાં સરકારી કચેરીઓની વચ્ચે ખુલ્લેઆમ ચાલતી દારૂની મહેફિલ

દારૂ પીવા માટે રાજમહેલ કેમ્પસ સૌથી સુરક્ષિત સ્થળ
મહેસાણા રાજમહેલ કોર્ટ કેમ્પસમાં દારૂ પીવા માટેની ઉત્તમ અને સુરક્ષિત સ્થળ જાહેર કરવા માટે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ બી. ચાવડાએ મહેસાણા જિલ્લાના તમામ અધિકારીઓને ચેતવણી આપી છે. મહેસાણા રાજમહેલ કેમ્પસ ખાતે આવેલા પાર્કિંગમાં અને રાજમહેલ કેન્ટીંગની બહાર મોટી માત્રામાં દારૂની બોટલો જોવા મળી રહી છે. જ્યાં જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ઉપસ્થિત છે ત્યાં જ શહેરની એકમાત્ર શોભા સમાન રાજમહેલ કેમ્પસમાં ઠેર ઠેર પડેલી દારૂની બોટલો જોઈને એવું લાગે છે કે અહીંયા સ્પેશિયલ લોકો પીવા માટે આવતા લાગે છે. ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડાડતો મામલો મહેસાણા માંથી સામે આવ્યો છે.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ મહેસાણા કલેકટરને આડે હાથે લેતા રાજમહેલ કોર્ટ કેમ્પસને દારૂ પીવાનું ઉત્તમ અને સલામત સ્થળ જાહેર કરવા કહ્યું છે. મહેસાણા કલેકટર કચેરીની સામે અને રાજમહેલ કેમ્પસ ખાતે આવેલા કેન્ટીન પાસે અને પાર્કિંગમાં ઠેર ઠેર દારૂની બોટલો જોવા મળતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ સરકારી તંત્ર પર ફિટકાર વરસાવતા આકરા પ્રહાર કર્યા છે. રાજમહેલના કેમ્પસમાં ઠેર ઠેર પડેલી દારૂની બોટલો એ વાતની ચાડી ખાય છે કે દારૂડિયાઓ માટે રાજમહેલ સુરક્ષિત સ્થળ સાબીત થયું છે જ્યાં કોઈના પણ ડર વગર જ દારૂડિયાઓ બિનદાસ્તપણે દારૂની મહેફિલ માંડતા હોય છે. પોલીસના ડર વગર અને નિશ્ચિન્તપણે દારૂ પીવા માટેનું રાજમહેલ કેમ્પસ એ શહેરનું સૌથી સલામત સ્થળ છે.
સરકારી કચેરીઓ વચ્ચે દારૂબંધીના ધજાગરા
મહેસાણાની શાન ગણાતા રાજમહેલની આજુબાજુના વિસ્તારમાં જિલ્લાની ખૂબ જ મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે જેમાં નજીકમાં જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લાની મુખ્ય કોર્ટનો સમાવેશ થાય છે, તે સીવાયની કચેરીઓની જો વાત કરવામાં આવે તો રાજમહેલની નજીકમાં સામેની બાજુએ સિવિલ હોસ્પિટલ, નજીકમાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા બાંધકામ કચેરી, જિલ્લાની અન્ય તમામ સરકારી કચેરીઓ, સહિત આઈબી વિભાગની પણ મહત્વપૂર્ણ કચેરી આવેલી છે. તેમ છતાં પણ અહીંયા દારૂની મહેફિલ રાજમહેલના કેમ્પસમાં યોજાય છે. જેની સરકારી તંત્રના અધિકારીઓને આજદિન સુધી ખબર નથી પડી. ત્યારે સવાલ ઉઠવો યોગ્ય છે કે શું આ અધિકારીઓ જ રાજમહેલ કેમ્પસમાં દારૂની મહેફીલ પાછળ જવાબદાર છે?? કે પછી ખાનગીરાહે અધિકારીઓની મૌન મંજુરી છે ?
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
22 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
