રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસાના સમૌ ગામે કરિયાણાની દુકાનમાં રૂ. ૧.૦૨ લાખના પોષડોડા સહિતના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

ડીસાના સમૌ ગામે કરિયાણાની દુકાનમાં રૂ. ૧.૦૨ લાખના પોષડોડા સહિતના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા "NO DRUGS IN BANASKANTHA" અભિયાન અંતર્ગત બનાસકાંઠા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે મોટી સફળતા મેળવી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના સમૌ (નાના) ગામેથી કરિયાણાની દુકાનની આડમાં ચાલતા માદક પદાર્થ પોષડોડાના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ કરી એક ઈસમની અટકાયત કરવામાં આવી છે​મળતી માહિતી મુજબ, બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે દ્વારા રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અન્વયે નશાકારક પદાર્થોની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચના આધારે SOG PI  બી.કે.ચૌધરી અને PSI શ્રી કે.એ.કોડીયાતરની માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યરત હતી.​દરમિયાન, SOG ના પો.કોન્સ. માવજીભાઈ સરતાનભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે સમૌ (નાના) ગામે શંકર ભગવાનના મંદિર પાસે રહેતા ઈશ્વરલાલ કાંતીલાલ ઠક્કર (ઉ.વ. ૪૯)ના મકાન તેમજ કરિયાણાની દુકાનમાં રેઈડ પાડવામાં આવી હતી. 

તપાસ દરમિયાન દુકાનમાંથી ગેરકાયદેસર રાખવામાં આવેલ માદક પદાર્થ પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો.​જપ્ત કરાયેલ મુદ્દામાલ ​પોષડોડા (માદક પદાર્થ): ૫.૪૫૦ કિલોગ્રામ (કિંમત રૂ. ૮૧,૭૫૦/-)​રોકડ રકમ: રૂ. ૧૦,૯૨૨/-​એન્ડ્રોઈડ મોબાઈલ: ૧ નંગ (કિંમત રૂ. ૧૦,૦૦૦/-​કુલ મુદ્દામાલ: રૂ. ૧,૦૨,૬૭૨/-​SOG ટીમે કુલ રૂ. ૧,૦૨,૬૭૨/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી ઈશ્વરલાલ ઠક્કર વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર