રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

શિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી

શિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી

ધાનેરાના અનડિટેક્ટ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) ની ટીમે કોમ્બિંગ નાઈટ દરમિયાન કાંકરેજ તાલુકાના શિહોરી વિસ્તારમાં વાહન ચેકિંગ કરી ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી ધાનેરા પોલીસ મથકમાં નોંધાયેલા અનડિટેક્ટ વાહન ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે.

 એલસીબી ટીમ ખેમાણા નેશનલ હાઈવે પર નાળા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન નંબર પ્લેટ વગરની હિરો હોન્ડા સ્પ્લેન્ડર શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તપાસ કરી હતી. તપાસમાં બાઈકનો રજીસ્ટ્રેશન નંબર જીજે-08-એસ-5707 અને કિંમત અંદાજે રૂ.15 હજાર હોવાનું તેમજ બાઈક થાવર ગૌશાળા પાસેથી ચોરાયું હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે બાઈક સાથે ડીસા તાલુકાના મોટી આખોલ ગામના પ્રવિણસિંહ દોલસિંહ ખાંટને ઝડપી પાડ્યો છે. ચોરી અંગે ધાનેરા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર