ચાઈનીઝ દોરી અબોલ પક્ષી ઓ માટે ઘાતક પુરવાર થઇ કેટલા નિર્દોષ પક્ષી ઓ મોત નો શિકાર બને તે પૂર્વે તંત્ર સાબદુ બને ઉત્તરાયણ ના હવે માત્ર ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે એક તરફ જીવદયા પ્રેમી ઓ અબોલ પશુ ઓ માટે ઘાસ તો વળી શ્વાન માટે લાડુ બનાવી રહ્યા છે.ત્યારે વાવ શહેર ના કેટલાક ઘાતક વેપારી ઓ એ પોતાની કમાણી કરવા માટે ઉત્તરાયણ ની પૂર્વ સંધ્યા એ મોટી માત્રામાં ચાઈનીઝ દોરી નો માલ ખડકી ગોડાઉન માં છુપાવી ઉંચી કિંમતે વહેંચી રહ્યા છે. આ ચાઇનીઝ દોરી નો અબોલ પક્ષી ઓ શિકાર ન બને તે પૂર્વે જવાબદાર તંત્ર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી વાવ શહેર માં આવેલ ચાઈનીઝ દોરી ના માલ ને નેશ નાબૂદ કરે તેવી જીવદયા પ્રેમી ઓ અને લોકો ની પ્રચંડ માંગ છે.પોતાના શોખ માટે કેટલાય પતંગ પ્રેમી નબીરા ઓ ઉંચી કિંમત આપી આવી ચાઈનીઝ દોરી પતંગ ચગાવી રહ્યા છે.આ બાબતે જવાબદાર તંત્ર સક્રિય નહિ બને તો અબોલ પક્ષી ઓ ની રક્ષા માટે જનતા રેડ કરી ચાઈનીઝ દોરી પકડી પાડશે તેવું જીવદયા પ્રેમી ઓ અને લોકો માં ચર્ચાસ્પદ બન્યું છે.તે પૂર્વ તંત્ર જાગૃત બને
ઉત્તરાયણ ની પૂર્વ સંધ્યા એ વાવ શહેરમાં ચાઈનીઝ દોરી માલ ખડકાયો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
4 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
4 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
4 દિવસ પહેલા
