રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા29 જુલાઈ, 2026| Super Admin

માનપુર પાસે નેશનલ હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલ્ટાયું: તેલ લૂંટવા ગ્રામજનોની પડાપડી

માનપુર પાસે નેશનલ હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલ્ટાયું: તેલ લૂંટવા ગ્રામજનોની પડાપડી

બનાસકાંઠા જિલ્લાના થરા-શિહોરી નેશનલ હાઈવે પર આજે તેલ ભરેલું એક ટેન્કર પલ્ટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કંડલાથી દિલ્હી તરફ જઈ રહેલા ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

92.jpg 195.98 KB
અકસ્માત બાદ ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં તેલ લીક થવા લાગ્યું હતું. ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાં ફેલાતાં જ ગ્રામજનો ડબ્બા, ડોલ અને અન્ય વાસણો લઈને તેલ એકત્ર કરવા માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેના કારણે હાઈવે પર ભારે ભીડ અને અફરા તફરીના દ્રશ્યો સર્જાયા હતા.

ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તેલ લેવા ઉમટી પડેલી ભીડને હટાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો તેમજ ટ્રાફિક વ્યવસ્થા પણ પુનઃસ્થાપિત કરી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર