રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

નાગ પંચમીના પાવન પર્વે ગોગા મહારાજના મંદિરોમાં ભક્તિનો મહાસાગર

નાગ પંચમીના પાવન પર્વે ગોગા મહારાજના મંદિરોમાં ભક્તિનો મહાસાગર

ડીસા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં પાટોત્સવ નિમિત્તે હવન-પૂજન અને મહાપ્રસાદનું આયોજન

 નાગ પંચમીના પવિત્ર પર્વ નિમિત્તે ડીસા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં બિરાજમાન ગોગા મહારાજના મંદિરે પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન-પૂજન યોજાયું હતું અને ઉપસ્થિત સૌએ હવનમાં આહુતિ અર્પણ કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વજન કલ્યાણની પ્રાર્થના કરી હતી.

ડીસા તાલુકા પંચાયતની બાંધકામ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા પંચાયતના ડેલીગેટો, વિવિધ ગામોના સરપંચો તથા તલાટી કમ મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભક્તિભાવ સાથે ધાર્મિક વિધિમાં ભાગ લઈ સામૂહિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.

હવન પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા પાટોત્સવથી તાલુકા પંચાયતનું સમગ્ર પટાંગણ ભક્તિ અને ધાર્મિક આસ્થાના રંગે રંગાયું હતું.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર