રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા23 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ

નિટ પેપર લીક નાં વિરોધ છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનની આગ હવે ગુજરાતનાં બનાસકાંઠા સુધી પહોંચી છે. જિલ્લા મથક પાલનપુર માં આજે જી.ડી મોદી કોલેજ ખાતે આંદોલન કરી રહેલા કેટલાક આગેવાનોને વગર પરવાનગીએ વિરોધ કરવા બદલ પોલીસે  30 થી વધુ લોકોની અટકાયત કરી હતી. 

દિલ્હીનાં જંતર મંતર પર નિટ પેપર લીક મુદ્દે કોક્રોચ જનતા પાર્ટી નાં નેજા તળે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેમજ પેપર લીકને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિજનોને એક કરોડ રૂપિયા આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહેલા છે. જેના અનુસંધાને ગઈકાલે અજય પાલનપુરી સહિત કેટલાક યુવાનોએ પાલનપુરનાં જી.ડી મોદી કૉલેજથી ગઠામણ દરવાજા સુધી રેલી કાઢવાની જાહેરાત કરી હતી. પરંતુ ટ્રાફિક તેમજ સુરક્ષાના કારણો આગળ ધરી પોલીસે રેલીની પરવાનગી આપી નહોતી, આ અંગે સામાજિક આગેવાન સાજીદ મકરાણી એ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ઓની સાચી માંગણી જ્યાં સુધી પૂર્ણ નહિ થાય ત્યાં સુધી તેમના માટે લડતા રહીશું.

સંબંધિત સમાચાર