બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બનાસકાંઠા જિલ્લા ભજપમાં સંગઠનનું નવું માળખું જાહેર

યુવા નેતૃત્વને પ્રાધાન્ય મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ
બનાસકાંઠા જિલ્લામાં ભાજપ સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને વેગવંતું બનાવવાના હેતુથી નવીન સંગઠનની રચના કરવામાં આવી છે. આ નવી નિમણૂકોમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવતા જિલ્લાભરના કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદી મુજબ વિપુલભાઈ દવેને જિલ્લા સંગઠન મંત્રી અને હિમાંશુભાઈ બારોટની સોશિયલ મીડિયા જિલ્લા ઈનચાર્જ તરીકેની જવાબદારી સોંપાઈ છે.આ નિમણૂકો બાદ બંને નવનિયુક્ત હોદ્દેદારો અને તેમના મિત્રમંડળ દ્વારા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. શશીકાંતભાઈએ બંને યુવા નેતાઓને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી બંને આગેવાનો લાંબા સમયથી સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં પાયાના સ્તરે જોડાયેલા હોવાથી, કાર્યકરોમાં એવો વિશ્વાસ જોવા મળી રહ્યો છે કે તેમના નેતૃત્વમાં સંગઠન નવી ઊંચાઈઓ સર કરશે. સોશિયલ મીડિયાના માધ્યમથી સંગઠનની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચશે અને સમાજ હિતના કાર્યોમાં સંગઠન અગ્રણી ભૂમિકા ભજવશે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Banaskantha#Youth Leadership#BJP organization#New structure#district BJP#social welfare works
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
3 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
