રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ8 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણના દીઘડી નજીક રીક્ષાચાલકોએ છરી બતાવી વિદ્યાર્થીની સોનાની વીંટી લૂંટી લીધી

પાટણના દીઘડી નજીક રીક્ષાચાલકોએ છરી બતાવી વિદ્યાર્થીની સોનાની વીંટી લૂંટી લીધી

બે અજાણ્યા રીક્ષાચાલકો સામે રૂ. 62,000ની લૂંટનો ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

પાટણના દીઘડી ગામ નજીક એક વિદ્યાર્થીને છરી બતાવીને 62,000 રૂપિયાની સોનાની વીંટીની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના ધારપુર સિવિલ હોસ્પિટલ થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતાવીને પરત ફરી રહેલા વિદ્યાર્થી સાથે બની હતી.બાલીસણા પોલીસે બે અજાણ્યા રીક્ષાચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઊંઝાની મારુતિનંદન સોસાયટીમાં રહેતા 19 વર્ષીય જિગ્નેશકુમાર નટવરલાલ પટેલ ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસ એડમિશન માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને બસ સ્ટેન્ડ પર ઊંઝા જવા માટે ઊભા હતા. તે સમયે એક રીક્ષાચાલક આવ્યો અને ઊંઝા જવાનું કહીને જિગ્નેશકુમારને રીક્ષામાં બેસાડ્યા.રીક્ષાચાલકે કાળા રંગનું 'મહાકાલ' લખેલું ટી-શર્ટ પહેર્યું હતું, જ્યારે તેની સાથે બેઠેલા અન્ય શખસે ડાર્ક ચેક્સ શર્ટ પહેર્યો હતો. મુસાફરી દરમિયાન, દીઘડી ગામના સધીમાતાના મંદિરથી કુડેર પાટીયા વચ્ચે તમાકુની ખળી પાસે રીક્ષા ઊભી રાખવામાં આવી હતી. રીક્ષા ઊભી રાખીને બંને શખસો નીચે ઉતર્યા અને પછી પાછા રીક્ષામાં આવ્યા. ડ્રાઇવરે સીટ નીચેથી મોટી દાંતાવાળી છરી કાઢી વિદ્યાર્થીના ગળા પર રાખી દીધી.બીજા શખસે જિગ્નેશકુમારના હાથ પકડી રાખ્યા. ડરના માર્યા વિદ્યાર્થીએ પોતાના જમણા હાથમાં પહેરેલી એક તોલાની સોનાની વીંટી,જેની કિં.રૂ.62,000  હતી, તે કાઢીને આપી દીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ બંને આરોપીઓ વિદ્યાર્થીને રસ્તા પર ઉતારીને ઊંઝા તરફ ફરાર થઈ ગયા હતા.  આ મામલે બાલીસણા પોલીસ મથકે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર