રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય રમત દિવસ'ની ભવ્ય ઉજવણી

ડીસા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય રમત દિવસ'ની ભવ્ય ઉજવણી

મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ગિલ્લી-દંડા ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો

ડીસા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય રમત દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે પરંપરાગત ગિલ્લી-દંડા ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મંત્રીએ જાતે ગિલ્લી-ડંડા રમીને બાળપણની યાદો તાજી કરી હતી અને પરંપરાગત રમતોને જીવંત રાખવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

96.jpg 240.6 KB
કાર્યક્રમને સંબોધતા મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, હોકીના જાદુગર એવા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીનું દેશના રમત જગતમાં અમૂલ્ય યોગદાન છે. રાજ્ય સરકાર દ્વારા યુવાનોને ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના રમતવીરો આ સુવિધાઓનો મહત્તમ લાભ લઈને આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકે તથા ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

આ અવસરે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જિલ્લાના પ્રતિભાશાળી રમતવીરોનું મંત્રીશ્રી દ્વારા વિશેષ સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આધુનિક રમતોની સાથે-સાથે ગિલ્લી-દંડા જેવી આપણી વિસરાતી જતી પરંપરાગત રમતોને પણ પ્રોત્સાહન અપાશે, જેથી બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યેનો લગાવ વધે.

ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવા પેઢીમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે તેમને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, રમતગમત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર