ડીસાના બગીચા સર્કલ નજીક મોબાઇલ ચોરીની ઘટના બાદ ચોરી કરનાર શખ્સ નજીક આવેલી ડીસાની વી.જે.પટેલ શાક માર્કેટયાર્ડમાં ઘૂસી ગયો હતો. શખ્સનો પીછો કરી રહેલા લોકો પણ શાક માર્કેટયાર્ડ સુધી પહોંચી ગયા હતા. તે દરમિયાન લોકોએ શખ્સને ઝડપી પાડતાં શાક માર્કેટયાર્ડમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. લોકોએ શખ્સને માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ તે શખ્સને શાક માર્કેટયાર્ડની બહાર લઇ જવામાં આવ્યો હતો. ડીસા શહેરમાં મોબાઇલ ચોરીની ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે. ત્યારે આ ઘટનાને પગલે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસામાં મોબાઇલ ચોરને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં તરખાટ મચાવતી હિપ્નોટાઇઝર ગેંગ પોલીસના સકંજામાં
27 મિનિટ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં એક જ દિવસમાં બે ટુ-વ્હીલર આગની ઝપેટમાં
54 મિનિટ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત ત્રણ જિલ્લામાંથી પસાર થતી કાચી સુજલામ-સુફલામ કેનાલ ખાલીખમ: ખેડૂતોમાં ચિંતા
1 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરની મનમાની સામે વિવાદ: નિર્ણયો સામે ઊઠતા સવાલો
1 કલાક પહેલા
