રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા નજીક નિર્માણાધીન ઝૂઓલોજીકલ પાર્કની મંત્રીએ મુલાકાત લીધી

ડીસા નજીક નિર્માણાધીન ઝૂઓલોજીકલ પાર્કની મંત્રીએ મુલાકાત લીધી

ડીસા નજીક નિર્માણ પામી રહેલું રાજ્યનું સૌથી મોટું ઝુઓલોજીકલ પાર્ક ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક ઐતિહાસિક ક્રાંતિ સર્જવા જઈ રહ્યું છે. આ અત્યાધુનિક પ્રાણી સંગ્રહાલય અને જંગલ સફારી માત્ર વન્ય જીવોના સંરક્ષણનું કેન્દ્ર નહીં, પરંતુ સમગ્ર પ્રદેશના આર્થિક અને સામાજિક વિકાસનું એક મજબૂત એન્જિન સાબિત થશે.

74.jpg 180.88 KB
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ ઉત્તર ગુજરાતની પ્રસિદ્ધ 'નડાબેટ (સીમા દર્શન) થી અંબાજી' ટુરિઝમ સર્કિટને એક નવું કનેક્ટિવિટી અને આકર્ષણ મળશે. સીમા દર્શન માટે આવતા પ્રવાસીઓ અને મા અંબાના દર્શનાર્થે આવતા લાખો ભક્તો માટે ડીસા એક મુખ્ય પ્રવાસન સ્ટોપ બની જશે. આ સર્કિટ મજબૂત બનવાથી સ્થાનિક હોટેલ ઉદ્યોગ, પરિવહન સેવાઓ અને નાના વેપારીઓને રોજીરોટીના વિપુલ અવસરો પ્રાપ્ત થશે.વન્ય જીવોને કૃત્રિમ પાંજરામાં રાખવાને બદલે તેમના મૂળ કુદરતી વાતાવરણ જેવો જ ઓપન એનક્લોઝર વિસ્તાર તૈયાર કરવામાં આવી રહ્યો છે.

​પ્રવાસીઓ માટે ખાસ સફારી વાહનો દ્વારા ખુલ્લા વાતાવરણમાં વન્ય જીવોને નજીકથી નિહાળવાની રોમાંચક સુવિધા ઊભી કરાશે.આ ઉપરાંત બાળકો માટે એજ્યુકેશનલ ઝોન, પર્યાવરણ જાગૃતિ કેન્દ્ર, સંશોધન ક્ષેત્ર અને પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય વિશ્રામ ગૃહો અને કેફેટેરિયાનું નિર્માણ થઈ રહ્યું છે. મંત્રી પ્રવીણભાઈ મળીએ ​ઝુઓલોજીકલ પાર્કની સમીક્ષા દરમિયાન અધિકારીઓને કામગીરી ઝડપી અને ગુણવત્તા સભર રીતે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ પાર્ક કાર્યરત થવાથી સ્થાનિક યુવાનો માટે ગાઈડ, સિક્યોરિટી, મેન્ટેનન્સ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની હજારો તકો ઊભી થશે. ડીસાનું આ નવું નજરાણું ઉત્તર ગુજરાતને ગ્લોબલ ટુરિઝમ મેપ પર મજબૂત સ્થાન અપાવશે.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર