રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
મહેસાણા30 જૂન, 2026| Super Admin

મહેસાણા રેલવે સ્ટેશન પર બબાલ : ટિકિટ ચેકિંગ દરમિયાન મહિલા મુસાફર અને TTE વચ્ચે મારામારી

મહેસાણા રેલવે સ્ટેશન પર બબાલ : ટિકિટ ચેકિંગ દરમિયાન મહિલા મુસાફર અને TTE વચ્ચે મારામારી

ઉત્તર ગુજરાતના મહેસાણા રેલવે સ્ટેશન પર એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જાહેરમાં જ શિસ્ત અને કાયદાના ધજાગરા ઉડતા જોવા મળ્યા. પ્રાપ્ત માહિતી મુજબ, પ્લેટફોર્મ પર જ્યારે રૂટીન ટિકિટ ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે ફરજ પરના મહિલા ટિકિટ ચેકર (TTE) અને એક મહિલા મુસાફર વચ્ચે ટિકિટ બતાવવાના મુદ્દે અચાનક ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. સામાન્ય દલીલબાજીથી શરૂ થયેલો આ વિવાદ ગણતરીની મિનિટોમાં જ ખૂબ ગરમાયો હતો.

આ શાબ્દિક ટપાટપી જોતજોતામાં શારીરિક ઝપાઝપીમાં પરિણમી હતી અને બંને મહિલાઓ સ્ટેશન પરિસરમાં જ એકબીજા સાથે હાથાપાઈ કરવા લાગી હતી. જાહેર સ્થળે બનેલી આ હિંસક ઘટનાને કારણે ત્યાં ઉપસ્થિત અન્ય પ્રવાસીઓ પણ અચંબામાં મુકાઈ ગયા હતા. આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો કેટલાક લોકોએ પોતાના સ્માર્ટફોનમાં ઉતારી લીધો હતો, જે હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને રેલવે તંત્રની છબી પર સવાલો ઊભા કરી રહ્યો છે.

મામલો હાથમાંથી સરી જતાં આખરે આ સમગ્ર વિવાદ રેલવે પોલીસ સ્ટેશનના પગથિયે પહોંચ્યો હતો. શરમજનક સ્થિતિ મુકાયેલા બંને પક્ષો - મહિલા પ્રવાસી અને મહિલા રેલવે કર્મચારીએ એકબીજાની સામે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. હાલમાં રેલવે પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો તેમજ સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરીને આ ઝઘડાના મૂળ કારણ સુધી પહોંચવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

ટેગ્સ:#mehsana

સંબંધિત સમાચાર