રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા31 માર્ચ, 2026| Super Admin

મહેસાણા ફૂડ વિભાગનો સપાટો હોટલ-રેસ્ટોરન્ટમાં દરોડા : પનીરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા

મહેસાણા ફૂડ વિભાગનો સપાટો હોટલ-રેસ્ટોરન્ટમાં દરોડા : પનીરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા

ઉનાળાની સીઝનમાં મહેસાણા જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એકાએક ફૂલ એક્શન મોડમાં આવી ગયું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટલ અને રેસ્ટોરન્ટ પર ફરી એકવાર તવાઈ બોલાવી છે.

જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ઉનાળાની સીઝનમાં મહેસાણા શહેરની જુદી જુદી હોટલ અને રેસ્ટોરન્ટોમાં જઈને અચાનક જ દરોડા પાડી ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પનીરની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવી હતી. મહેસાણા શહેર અને નજીકમાં આવેલી 5 જેટલી હોટલ- રેસ્ટોરન્ટમાં શંકાસ્પદ પનીરના કિલો કિલોના પેકિંગના નમૂના લઈ તેની ગુણવત્તાની ખાતરી કરવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

ફૂડ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખાણી પીણીની ચીક વસ્તુઓમાં ખાસ કરીને વપરાતું પનીર ખાદ્ય છે કે અખાદ્ય છે તેની ચીવટપૂર્વકની ચકાસણી કરી પનીરની યોગ્ય ગુણવત્તાની ચકાસવા માટે ફૂડ વિભાગ દ્વારા જુદી જુદી હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડી પનીરનો કેટલો સ્ટોક છે, તે કઈ બ્રાન્ડનું છે તેમજ પનીરને સાચવવા માટે હોટલ અને રેસ્ટોરન્ટમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની વિગતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પનીરના જુદા જુદા સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતાં. જે પનીરના લેબોરેટરી રિપોર્ટ આવ્યા પછી જ તેની ગુણવત્તા અંગે સ્પષ્ટતા થશે. ફૂડ વિભાગે લીધેલા પનીરના નમૂના જો ધારા ધોરણ પ્રમાણે ના નહીં આવે તો જેતે હોટલો અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે યોગત પગલાં લઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા શહેર ને એની નજીકના વિસ્તારમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ પૈકી પાંચ જગ્યાએથી પનીરના નમૂના લેવામા આવ્યા છે જેમાં શહેરના રાધનપુર રોડ પર આવેલી નીલકંઠ રેસ્ટોરન્ટ, ક્રેઝી ફૂડ્સ- કાકે દી હટ્ટી, કાલિકા ફુડ્સ હાઈવે, ખોડીયાર કાઠીયાવાડી ઢાબા નાગલપુર હાઇવે તેમજ મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી હોટલ ખોડલ ખાતે દરોડા પાડી પનીરના નમૂના લેવામાં આવ્યા હતાં.

સંબંધિત સમાચાર