રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા10 જૂન, 2026| Super Admin

મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા 'સાગર દાણ'માં કમરતોડ ભાવવધારો, પશુપાલકોમાં ભારે રોષ

મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા 'સાગર દાણ'માં કમરતોડ ભાવવધારો, પશુપાલકોમાં ભારે રોષ

મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન દૂધ સાગર ડેરી દ્વારા પશુ આહાર એવા 'સાગર દાણ'ના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ મસમોટા ભાવવધારાના પગલે જિલ્લાના લાખો પશુપાલકો અને સહકારી રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડેરીના સત્તાધીશો દ્વારા પશુઓને ખવડાવવામાં આવતા પૌષ્ટિક આહાર 'સાગર દાણ'ની ગુણી (બોરી) પર સીધો રૂપિયા ૨૦૦ થી લઈને ૨૫૦ સુધીનો અસહ્ય વધારો કરવામાં આવ્યો છે. હાલમાં અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની મોંઘવારીનો સામનો કરી રહેલા પશુપાલકો પર આ ભાવવધારાથી સીધો આર્થિક ફટકો પડ્યો છે. પશુપાલકો માટે પશુ નિભાવ ખર્ચમાં અચાનક થયેલા આ તોતિંગ વધારાને કારણે તેમનામાં ડેરી પ્રશાસન સામે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.

પશુપાલકોના હિતમાં કાર્યરત 'દૂધ હિત રક્ષક સમિતિ' દ્વારા આ ભાવવધારાનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. સમિતિએ ડેરી પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ખેડૂતો અને પશુપાલકોની કમર તોડતો આ અયોગ્ય ભાવવધારો સત્વરે પાછો ખેંચવામાં આવે. આ નિર્ણય પરત લેવા માટે ડેરી સત્તાધીશોને આગામી ૧૦ દિવસનું અલ્ટીમેટમ (ચીમકી) આપવામાં આવ્યું છે. જો આગામી ૧૦ દિવસમાં દૂધ સાગર ડેરી દ્વારા સાગર દાણના ભાવવધારાનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો, પરિસ્થિતિ વધુ વણસી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં દૂધના વ્યવસાયને સંપૂર્ણપણે થંભાવી દે તેવા એક મોટા અને ઉગ્ર આંદોલનના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. સહકારી ક્ષેત્રના આ વિવાદ પર હાલ સૌની નજર મંડાયેલી છે.

સંબંધિત સમાચાર