રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં વિદેશ મોકલવાના નામે ₹83 લાખની છેતરપિંડી કરનાર એજન્ટને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

મહેસાણામાં વિદેશ મોકલવાના નામે ₹83 લાખની છેતરપિંડી કરનાર એજન્ટને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

ન્યુઝીલેન્ડ-ઓકલેન્ડ ના વર્ક વિઝા આપવાના બહાને ₹ ૮૩,૦૦,૦૦૦/- રૂપિયાનું ફ્રોડ કરનાર આરોપી અક્ષિત પટેલની આફ્ટર ચાર્જશીટ માટે રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ મહેસાણાના ન્યાયાધીશ એમ.એફ.ખત્રી દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડ-ઓકલેન્ડના વર્ક પરમીટ અને વિઝા અપાવવાના નામે ઠગાઈ આચરનાર પટેલ અક્ષિત શંભુભાઈ નામના એજન્ટ સામે નોંધાઇ ફરિયાદ નોંધાઈ હતી જે બાદ 83 લાખ રૂપિયાની ઠગાઈના કેસમાં જેલમાં બંધ આરોપી દ્વારા આફ્ટર ચાર્જશીટ માટે જામીન અરજી કરવામાં આવી હતી. પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સેસન્સ કોર્ટ દ્વારા તે અરજી ફગાવાઈ દેવામાં આવી છે.

સરકારી વકીલ પરેશકુમાર કે દવેની દલીલ આધારે  સેશન્સ કોર્ટે મહેસાણાના ન્યાયાધીશ એમ.એફ.ખત્રી દ્વારા આ જામીન અરજીને ફગાવી દેવામાં આવતા મહેસાણા જિલ્લાના કેટલાય એજન્ટોમાં રિયસરનો ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવની વિગતવાર જો વાત કરવામાં આવે તો આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી સહિતના અન્ય લોકોને ન્યુઝીલેન્ડ અને ઓકલેન્ડ ખાતે વર્ક વિઝાનું વિશ્વાસપૂર્વક કામ કરી આપવાનું જણાવી ફરિયાદી તેમજ અન્ય લોકો સાથે કરાર કરીને મોટી રકમ પડાવી લઇ મલેશિયા મોકલી દીધા હતા. જ્યાં મલેશિયા એરપોર્ટ પરથી ડિપાર્ટ થતાં ફરિયાદી સહિતના લોકોને વિદેશ મોકલવામાં નિષ્ફળ રહ્યા હતાં. જેના લીધે વિદેશ જવા ઇચ્છુક લોકોએ પોતાના પૈસા પરત માંગ્યા હતાં. પરંતુ વિદેશ મોકલનાર એજન્ટ દ્વારા પૈસા પરત ન આપતાં રૂપિયા 83,00000 ની છેતરપીંડી અમે વિશ્વાસઘાત કરેલ. જે બાબતે ફરિયાદી સાહિતના લોકોએ એજન્ટ વિરુદ્ધ 5/10/2024 ના રોજ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર