રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મોડાસા કિસાન મોરચા મંડલની લીંભોઈ ખાતે બેઠક યોજાઈ

મોડાસા કિસાન મોરચા મંડલની લીંભોઈ ખાતે બેઠક યોજાઈ

લીંભોઈ સ્થિત સફલ કોલ્ડ સ્ટોરેજ ખાતે મોડાસા કિસાન મોરચા મંડલની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ જાણી તેનું નિવારણ લાવવા અને સતત ખેડૂતોના સંપર્કમાં રહી સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓ તથા સવલતો વિશે તેમને માહિતગાર કરવાનો રહ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા સદસ્ય તથા કારોબારી અધ્યક્ષ ભીખુસિંહ હિંમતસિંહ પરમાર , તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાકેશભાઈ તેમજ કિસાન મોરચા જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંડલ પ્રમુખ ભરતભાઈ પટેલ તથા મંત્રી મિતુલભાઈએ પ્રાસંગિક સંબોધન કરી સંગઠન અને ખેડૂત હિતલક્ષી કાર્યોની રૂપરેખા આપી હતી.

બેઠકમાં પ્રાકૃતિક ખેતી કન્વિનર મહેશભાઈએ ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ ઘરઆંગણે થોડી જમીનમાં કિચન ગાર્ડન બનાવી શાકભાજી ઉછેરવી જોઈએ. આ ઉપરાંત ઘરના વપરાશ માટે ઓછામાં ઓછી એક વીઘા જમીનમાં ઋતુ અનુસાર ઘઉં, બાજરી અને મકાઈ જેવા ધાન્ય પાકોનું પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર કરવા વિસ્તૃત સમજ આપી હતી. 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર