રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 ઑક્ટોબર, 2026| Super Admin

શિહોરી કોર્ટનો મોટો ચુકાદો : વૃદ્ધાના કાનમાંથી સોનાના વેડલા લૂંટનાર આરોપીને ત્રણ વર્ષની સજા

શિહોરી કોર્ટનો મોટો ચુકાદો : વૃદ્ધાના કાનમાંથી સોનાના વેડલા લૂંટનાર આરોપીને ત્રણ વર્ષની સજા

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે વૃદ્ધાના કાનમાંથી સોનાના વેડલા ખેંચી લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં શિહોરીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. વૃદ્ધા પર લૂંટ અને ગેરકાયદેસર પ્રવેશના ગુનામાં આરોપી વિપુલસિંહ તલુભા વાઘેલાને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. ૦૧/૦૭/૨૦૨૩ના રોજ રાત્રિના સમયે કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે રહેતાં વૃદ્ધા લાડચીબેન દેસાઈ પોતાના ઘરની ઓસરીમાં સૂતાં હતાં. તે દરમિયાન તેમના જ પાડોશમાં રહેતા વિપુલસિંહ તલુભા વાઘેલાએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વૃદ્ધાના કાનમાંથી સોનાના આઠ વેડલા (ઓઘણિયા), જેની કિંમત અંદાજે રૂ. ૪૫,૦૦૦ હતી, ખેંચી લીધા હતા. આ ઉપરાંત ઓશીકા નીચે રાખેલા રૂ. ૭૦૦ રોકડા પણ લૂંટી કુલ રૂ. ૪૫,૭૦૦ની લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. શિહોરી કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ  રિતેશ વિનોદકુમાર પટેલની અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો, ફરિયાદી તથા સાક્ષીઓની જુબાનીઓ અને મેડિકલ પુરાવાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૯૨ (લૂંટ) અને ૪૪૭ (ગેરકાયદેસર પ્રવેશ) હેઠળના ગુનાઓ પુરવાર થતાં આરોપી વિપુલસિંહ વાઘેલાને દોષિત જાહેર કર્યો હતો અને ત્રણ વર્ષની સજા ફટકારી હતી

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર