રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 સપ્ટેમ્બર, 2026| Super Admin

સાયબર ગેંગ પર પોલીસની મોટી તવાઈ: માલગઢમાંથી બે કુખ્યાત આરોપીઓ ઝડપાયા

સાયબર ગેંગ પર પોલીસની મોટી તવાઈ: માલગઢમાંથી બે કુખ્યાત આરોપીઓ ઝડપાયા

બલ્ક ટ્રેડિંગમાં 15% કમિશનની લાલચ આપી વલસાડના વ્યક્તિ પાસેથી ₹1.46 કરોડ પડાવ્યા

વલસાડમાં બલ્ક ટ્રેડિંગ મારફતે મોટો નફો કમાવવાની લાલચ આપી ₹1.46 કરોડની સાયબર ઠગાઈ કરનાર આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓને ડીસાના માલગઢમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ભાદરવા બીજના તહેવાર માટે આરોપીઓ ઘરે પરત આવી રહ્યા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી માલગઢના ભાર્ગવ નરેશભાઈ સોલંકી અને મેહુલ મહેન્દ્રભાઈ કછુઆને ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગેંગે B125-Wealthy Vision VIP Circle અને 460-Wealthy Vision VIP Circle નામના વોટ્સએપ ગ્રુપ બનાવી ફરિયાદીને WealthyIN Broking Private Limited નામની બનાવટી કંપની સાથે જોડ્યો હતો. નકલી ટ્રેડિંગ એપ્લિકેશનમાં શેરબજારમાં રોકાણ કરવાથી મોટો નફો થતો હોવાનું બતાવી વિશ્વાસ કેળવ્યા બાદ બલ્કમાં શેરની લે-વેચથી તગડો નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી.

ફરિયાદીએ અલગ-અલગ તબક્કે મોટી રકમ જમા કરાવ્યા બાદ નકલી એપમાં તેને નફો દેખાડવામાં આવ્યો હતો. જોકે, પોતાની રકમ પરત મેળવવા પ્રયાસ કરતાં ઠગોએ રકમ ઉપાડવા માટે 15 ટકા કમિશન ચૂકવવાની માગણી કરી હતી. આ રીતે ફરિયાદી પાસેથી કુલ ₹1,46,75,000 પડાવી લેવામાં આવ્યા હતા. અગાઉ પોલીસે ફરિયાદીની રકમ મેળવનાર બેંક ખાતાધારક નરેન્દ્ર માળીની ધરપકડ કરી હતી, જેના પૂછપરછમાં ડીસાના માલગઢ સહિત રાજસ્થાનના અન્ય આરોપીઓની કડીઓ મળી હતી.

આ કેસમાં પોલીસે સમયસર કાર્યવાહી કરતાં ફરિયાદીની ₹53,97,797ની રકમ ફ્રીઝ કરાવી પરત અપાવવામાં સફળતા મેળવી છે. તપાસમાં આરોપી મેહુલ કછુઆના બેંક ખાતામાંથી પણ સાયબર ઠગાઈની રકમમાંથી ₹18.70 લાખ ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે. આથી ફરિયાદીને ઠગાઈની જાણ થતાં જ 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવાથી મોટી રકમ બચાવી શકાય હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

માલગઢમાંથી બંને આરોપીઓ ઝડપાયા બાદ હવે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર ગેંગના નેટવર્કની તપાસ શરૂ કરી છે. નકલી કંપની અને એપ કોણ ચલાવતું હતું, વોટ્સએપ ગ્રુપમાં કેટલા લોકો જોડાયેલા હતા અને ઠગાઈની રકમ ક્યાં-ક્યાં ટ્રાન્સફર થઈ છે. તેની કડીઓ મેળવવા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર