રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 જુલાઈ, 2026| Super Admin

ડીસા રૂરલ વિસ્તારમાંથી ટીવીએસ જ્યુપીટરમાંથી દારૂ ઝડપાયો

ડીસા રૂરલ વિસ્તારમાંથી ટીવીએસ જ્યુપીટરમાંથી દારૂ ઝડપાયો

₹3.24 લાખનો વિદેશી દારૂ અને વાહન જપ્ત:ચાલક ફરાર

બનાસકાંઠા પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરગંજ ગામ નજીક બનાસ નદીના પટમાં નાકાબંધી દરમિયાન મોટી કાર્યવાહી કરી હતી. નંબર પ્લેટ વગરના ટીવીએસ જ્યુપીટરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, વાહનચાલક પોલીસને જોઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્કૂટરમાંથી વિદેશી દારૂની 68 બોટલો (કિંમત ₹2,54,636) તેમજ ટીવીએસ જ્યુપીટર (કિંમત ₹70,000) મળી કુલ ₹3,24,636નો મુદ્દામાલ કબજે કર્યો છે.

એલસીબી ટીમે ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી ગોઠવી હતી. જોકે, જયુપીટર ચાલક પોલીસને હાથતાળી આપી ફરાર થઇ ગયો હતો.દરમિયાન નંબર વગરના જયુપીટરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં રાજસ્થાન માંથી ગેરકાયદેસર રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપી સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જપ્ત મુદ્દામાલ

 વિદેશી દારૂની 68 બોટલો – ₹2,54,636

ટીવીએસ જ્યુપીટર – ₹70,000

કુલ મુદ્દામાલ – ₹3,24,636

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર