રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા રૂરલ: રસાણા ગામે એલસીબીની રેડ, જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

ડીસા રૂરલ: રસાણા ગામે એલસીબીની રેડ, જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

શ્રાવણીયા જુગારની મોસમમાં બીજી સફળ કાર્યવાહી, ફ્લડલાઇટના અજવાળે જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

ડીસા તાલુકામાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી હોય તેમ એક બાદ એક જુગારની રેડ સામે આવી રહી છે. ગઈકાલે બુરાલ ગામેથી જુગારીઓ ઝડપાયા બાદ હવે રસાણા મોટા ગામની સીમમાં દાંતીવાડા મેઇન કેનાલ પાસે એલસીબીએ દરોડો પાડી ફ્લડલાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસને ખાનગી બાતમી મળતાં ખુલ્લી જગ્યામાં રેડ કરવામાં આવી હતી. પોલીસે ચારેય શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી ગંજીપાના તથા રોકડ મળી કુલ રૂ.16,260 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પકડાયેલા શખ્સોમાં પ્રહલાદજી બાબુજી અદાવત (ઉ.વ.47), પીન્ટુજી ભવાનજી સોલંકી (ઉ.વ.31), પરેશજી શારજીજી કોટડીયા (ઉ.વ.27) અને રાકેશજી પોપટજી સોલંકી (ઉ.વ.27) તમામ રહે. રસાણા ગામ, તા. ડીસાનો સમાવેશ થાય છે.

ડીસા રૂરલ પોલીસે ચારેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકામાં શ્રાવણ માસ દરમિયાન જુગાર સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બને તેવી શક્યતા છે. તેથી જુગારીયા ફફડી ઉઠ્યા છે.

સંબંધિત સમાચાર