સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પોલીસ વડાની સૂચનાથી અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે એલસીબી (LCB) ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે કરેલી કડક કાર્યવાહીમાં બે અલગ-અલગ કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે બાતમીવાળા વાહનોની આડઘેરાબંધી કરી તપાસ હાથ ધરતા તેમાંથી અંદાજે રૂપિયા 1.15 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ચાર જેટલા શખ્સોને પોલીસે ઘટનાસ્થળે જ ઝડપી લીધા હતા.
કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ ઉપરાંત બે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 5.36 લાખનો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ લાલ આંખથી બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.





