રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં કાયદો-વ્યવસ્થાની કસોટી: અસહ્ય ગરમીમાં ટ્રાફિક હળવો કરવા સ્થાનિકો મજબૂર

ડીસામાં કાયદો-વ્યવસ્થાની કસોટી: અસહ્ય ગરમીમાં ટ્રાફિક હળવો કરવા સ્થાનિકો મજબૂર

ડીસા શહેરમાં એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી પારો વટાવી રહી છે, ત્યારે બીજી તરફ વણસેલી ટ્રાફિક સમસ્યાએ નાગરિકોના જીવ અધ્ધર કરી દીધા છે. ડીસાના વ્યસ્ત એવા રાજમંદિર સર્કલ સહિત શહેરના અનેક મુખ્ય સર્કલો પર ટ્રાફિકનું નિયમન કરવામાં સ્થાનિક ટ્રાફિક -પોલીસ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા વાહન ચાલકોની મુશ્કેલીમાં વહીવટી તંત્રની આ બેદરકારીએ અનેકગણો વધારો કરી દીધો છે.

​રાજમંદિર સર્કલ પર આજે ટ્રાફિકનો ભારે વલોપાત જોવા મળ્યો હતો. ચારેય તરફ વાહનોની લાંબી કતારો લાગતા નાગરિકો કલાકો સુધી અટવાયા હતા. આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે, આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં ટ્રાફિકના આ અત્યંત મહત્વના પોઈન્ટ પર એક પણ ટ્રાફિક પોલીસ જવાન કે હોમગાર્ડ ફરજ પર હાજર નહોતો. પોલીસની આ પ્રકારની નિષ્કાળજી જોઈને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

​પોલીસ તંત્રની લાચારી અને ગેરહાજરી વચ્ચે અંતે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ વહારે આવવું પડ્યું હતું. રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ જાતે જ રસ્તા પર ઉતરીને ટ્રાફિકનું સંચાલન કરવાની ફરજ પડી હતી. ટ્રાફિકજામમાં ફસાયેલા અકળાયેલા વાહન ચાલકોએ આ સમગ્ર દ્રશ્યોના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને ડીસા પોલીસની કામગીરીના ધજાગરા ઉડાડ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડીસા શહેર ટ્રાફિક પોલીસની કાર્યશૈલી લાંબા સમયથી શંકાના દાયરામાં છે. પોલીસને ટ્રાફિકનું યોગ્ય મેનેજમેન્ટ કરીને પ્રજાને રાહત આપવામાં કોઈ રસ નથી, પરંતુ વાહન ચાલકોને પકડીને માત્ર દંડ વસૂલવામાં અને પોતાનો 'ટાર્ગેટ' પૂરો કરવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.

​રોજબરોજ સર્જાતી આ ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિક પોલીસની આયોજન વગરની નીતિ અને ઘોર બેદરકારી જ મુખ્ય જવાબદાર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે ડીસાની જનતા કાળઝાળ ગરમીમાં રસ્તા પર રીતસરની રઝળી પડી છે. ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે, ડીસા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારે જાગશે ? અને શહેરના મુખ્ય પોઈન્ટ્સ પર કાયમી ધોરણે યોગ્ય વ્યવસ્થા ક્યારે ગોઠવશે ?

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર