રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જુનાડીસા PHC વિવાદ: સરકારી તંત્રો આમને-સામને, દીવાલ તોડવા બાબતે હોબાળો

જુનાડીસા PHC વિવાદ: સરકારી તંત્રો આમને-સામને, દીવાલ તોડવા બાબતે હોબાળો

ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્વાટર્સની સરકારી કમ્પાઉન્ડ દિવાલ કોઈપણ પ્રકારની મંજૂરી વિના તોડી પાડવામાં આવી હોવાનો લોકોમાં ગંભીર આક્ષેપ થયો છે. ઘટનાને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લેતાં તાલુકા હેલ્થ ઓફિસરે સંબંધિત પીએચસીને ગ્રામ પંચાયત સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા આદેશ આપ્યો છે.   

71.jpg 163.29 KB
   જુનાડીસા ગામમાં ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન બિલ્ડિંગને અડીને આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સરકારી ક્વાટર્સની કમ્પાઉન્ડ દિવાલ ગ્રામ પંચાયત દ્વારા તોડી પાડવામાં આવી હોવાનો વિવાદ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સરકારી મિલકતની દિવાલ તોડતા પહેલાં વિભાગ પાસેથી કોઈ લેખિત મંજૂરી લેવામાં આવી નહોતી. સરકારી સંપત્તિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે સંબંધિત વિભાગની પૂર્વ મંજૂરી જરૂરી હોવા છતાં નિયમોની અવગણના કરવામાં આવી હોવાનું વિભાગનું કહેવું છે.

‎ઘટનાની જાણ થતાં તાલુકા હેલ્થ ઓફિસરે સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી છે. સંબંધિત પીએચસીના મેડિકલ ઓફિસરને ગ્રામ પંચાયત સામે નિયમસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ સમગ્ર ઘટનાનો અહેવાલ ઉચ્ચ અધિકારીઓને મોકલવા સૂચના આપવામાં આવી છે. આ ઘટનાએ ગ્રામ પંચાયતની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના આક્ષેપ વચ્ચે હવે કાયદેસરની કાર્યવાહી કયા તબક્કે પહોંચે છે અને ગ્રામ પંચાયત તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

‎‎આ બાબતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સૂત્રોએ જણાવ્યું કે તાલુકા હેલ્થ અધિકારીના આદેશથી રૂબરૂ તપાસમાં સામે આવ્યું છે કે પંચાયત દ્વારા આ ક્વાટર્સની દિવાલ તોડી પાડવામાં આવી છે. જે બાબતની અમે પંચાયતને નોટિસ આપેલી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમને પંચાયતનું કામ પૂરું થતાં આ દિવાલને પાછી રીપેરીંગ કરી આપવાની બાયધરી આપવામાં આવી છે. હાલમાં તો આ મુદ્દો આખા ગામમાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Junadisa PHC

સંબંધિત સમાચાર