રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બહુચરાજીના ડેડાણામાં ગેરકાયદે માટી ખનન ઝડપાયું: ૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત

બહુચરાજીના ડેડાણામાં ગેરકાયદે માટી ખનન ઝડપાયું: ૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત

બહુચરાજી તાલુકાના ડેડાણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા ગેરકાયદેસર માટી ખનન પર જિલ્લાની ખાણ અને ખનીજ વિભાગની ટીમે લાલ આંખ કરી છે. કોઈપણ જાતની સરકારી પરવાનગી વિના તળાવમાંથી મોટા પાયે માટી ખોદવાનું કૌભાંડ ઝડપી પાડીને તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમને ડેડાણા ગામના તળાવમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે ઘટનાસ્થળે અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તળાવમાં કોઈપણ પ્રકારની મંજૂરી વિના મોટા પાયે માટીનું ખાણકામ થતું હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાસ્થળે તપાસ કરતા બહાર આવ્યું હતું કે, ભૂમાફિયાઓ દ્વારા જેસીબી મશીનની મદદથી તળાવમાંથી સતત માટી ખોદવામાં આવી રહી હતી. આ ખોદાયેલી માટીને બે ટ્રેક્ટરની ટ્રોલીઓ મારફતે આસપાસના ખેતરોમાં પાળા બનાવવા તેમજ જમીન પુરણ કરવા માટે ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતી હતી. સરકારી તળાવમાંથી આ રીતે બેફામ માટી ચોરી થતી હોવાનો પર્દાફાશ થતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

ખાણ ખનીજ વિભાગની આ આકસ્મિક કાર્યવાહીમાં સ્થળ પરથી બે ટ્રોલી સાથેના ટ્રેક્ટર અને એક જેસીબી મશીન સહિત કુલ ૬૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ ગેરકાયદેસર ખાણકામ પાછળ ડેડાણા ગામના જ રહીશ ભરતસિંહ નટવરસિંહ ઝાલા નામના શખ્સની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં ખાણ ખનીજ વિભાગે તમામ વાહનો અને મશીનરી જપ્ત કરીને આરોપી વિરુદ્ધ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મેગા ઓપરેશનને પગલે બહુચરાજી પંથકમાં ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી કડક ઝુંબેશ ચાલુ રહે તેવી શક્યતા છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Bahucharaji

સંબંધિત સમાચાર