રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા1 જૂન, 2026| Super Admin

મહેસાણા કોંગ્રેસની બેઠકમાં IBની જાસૂસી: પકડાયેલા અધિકારીના ફોનમાંથી અશ્લીલ વીડિયો મળ્યા

મહેસાણા કોંગ્રેસની બેઠકમાં IBની જાસૂસી: પકડાયેલા અધિકારીના ફોનમાંથી અશ્લીલ વીડિયો મળ્યા

ઉત્તર ગુજરાતની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ મહેસાણાના જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેવા કે ગુજરાતના મુખ્ય પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા તુષાર ચૌધરી અને ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ ગંભીર ચર્ચા દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના કર્મચારીઓ ગેરકાયદેસર રીતે ઝડપાઈ જતાં ભારે વિવાદ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મીટિંગની શરૂઆતમાં મીડિયા કર્મીઓને કવરેજ અને વિઝ્યુઅલ્સ લેવા માટે અંદર બોલાવવામાં આવ્યા હતા. આ તકનો લાભ ઉઠાવીને પત્રકારોની ભીડ સાથે IB ના બે કર્મચારીઓ - જયેન્દ્રભાઈ અને દક્ષાબેન પણ કોંગ્રેસની આ ખાનગી મીટિંગમાં ઘૂસી ગયા હતા. તેઓ છૂપી રીતે બેઠકનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક કોંગ્રેસી નેતાઓની નજર તેમના પર પડતાં શંકા ગઈ હતી. મંજૂરી વિના અંદર પ્રવેશવા બદલ નેતાઓએ તેમને રોકીને પૂછપરછ શરૂ કરી હતી.

જ્યારે કોંગ્રેસના નેતાઓએ શંકાના આધારે IB અધિકારી જયેન્દ્રભાઈનો મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ્યો, ત્યારે અત્યંત ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ફોનમાં કોંગ્રેસની બેઠકના ઉતારેલા વીડિયો તો હતા જ, પરંતુ સાથે સાથે તેમાંથી મોટી સંખ્યામાં અત્યંત આપત્તિજનક અને અશ્લીલ વીડિયો પણ મળી આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને અમિત ચાવડા અને જગદીશ ઠાકોર સહિતના નેતાઓ લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક અસરથી તેમના મોબાઈલમાંથી બેઠકનું તમામ રેકોર્ડિંગ ડિલીટ કરાવ્યું હતું. આ ઉપરાંત, બંને કર્મચારીઓનો ઉધડો લઈને તેમને તાત્કાલિક કાર્યાલયની બહાર હાંકી કાઢવામાં આવ્યા હતાં.

આ સમગ્ર ઘટનાક્રમ અંગે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકારી ફરજ પર રહેલા જવાબદાર કર્મચારીઓના ફોનમાંથી આવા ગંદા અને અશ્લીલ વીડિયો મળવા તે ખૂબ જ શરમજનક બાબત છે. કોંગ્રેસ પક્ષે આ ઘટનાને રાજ્ય સરકાર અને ગુપ્તચર વિભાગ (IB) ની કાર્યપ્રણાલી માટે કલંક સમાન ગણાવીને ભારે નારાજગી નોંધાવી છે.

સંબંધિત સમાચાર