રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા22 મે, 2026| Super Admin

મહેસાણા હાઇવે પર ગોઝારો અકસ્માત: વૃદ્ધને કચડી બાઇક સવાર રફુચક્કર!

મહેસાણા હાઇવે પર ગોઝારો અકસ્માત: વૃદ્ધને કચડી બાઇક સવાર રફુચક્કર!

શહેરના સૌથી વ્યસ્ત ગણાતા હાઇવે વિસ્તારમાં એક હૃદયકંપાવનારો અકસ્માત સામે આવ્યો છે. સર્કિટ હાઉસ કટ નજીક રોડ ક્રોસ કરી રહેલા એક વયસ્ક નાગરિકને પૂરપાટ ઝડપે આવી રહેલા મોટરસાયકલ ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ, શહેરની જગજીવન સોસાયટીમાં રહેતા 67 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ કાંતિલાલ નરસિંહભાઈ પરમાર ગત 20 મેના રોજ સાંજના સમયે પોતાના મોટરસાયકલ પર સવાર થઈને એક સંબંધીના દવાખાને જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી સર્વિસ રોડ તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા, બરાબર તે જ સમયે મોઢેરા ચાર રસ્તા તરફથી બેફામ ગતિએ આવી રહેલા એક અજાણ્યા બાઇક ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી.

બાઇકની ટક્કર વાગતા જ કાંતિલાલ રોડ પર જોરથી પટકાયા હતા અને તેમને માથા તેમજ ડાબા ખભાના ભાગે લોહીલુહાણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે તેઓ ઘટનાસ્થળે જ અર્ધબેભાન અવસ્થામાં આવી ગયા હતા. આસપાસ એકત્રિત થયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક માનવતા દાખવીને ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે લાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ કાંતિલાલ પરમારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ફરિયાદ નોંધાવી છે. હાલમાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને ફરાર બાઇક ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ટેગ્સ:#mehsana##RoadAccident

સંબંધિત સમાચાર