રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મોડાસા -રાજેન્દ્રનગર હાઇવે ઉપર બિઝેડના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા

મોડાસા -રાજેન્દ્રનગર હાઇવે ઉપર બિઝેડના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા
કોનું કોનું સમર્થન? સીઆઇડી ક્રાઈમ દ્વારા તપાસ શરૂ: રાજ્યમાં ઘણી વખત એવી લોભામણી પોન્ઝી સ્કીમ્સ ચાલતી હોય છે. જેની લાલચમાં આવીને લોકો પોતાની મૂડી દાવ પર લગાવી દે છે. અને પાછળથી ઠગાઈ જાય છે. થોડા દિવસ પહેલા સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ બિઝેડ ગ્રૂપ દ્વારા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હતી.જેમાં તેનો સંચાલક ભુપેન્દ્ર ઝાલા રોકાણકારોના 6000 કરોડ રૂપિયા લઈને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સીઆઇડી ક્રાઇમ દ્વારા ભુપેન્દ્ર ઝાલાની મહેસાણાથી ધરપકડ કરવામાં આવી હતી. હવે ભુપેન્દ્ર ઝાલાના મળતિયાઓ ભુપેન્દ્ર ઝાલાને સમર્થનમાં મોટા હોર્ડિંગ લગાવી રહ્યા છે. બિઝેડના ભુપેન્દ્ર ઝાલાના સમર્થનમાં ઠેર-ઠેર હોર્ડિંગ લાગ્યા છે. 'વી સપોર્ટ બિઝેડ' ના લખાણ ફોટા સાથે, અમે ભુપેન્દ્ર ઝાલાની સાથે છીએ, તેવા હોર્ડિંગ લાગ્યા છે. જેમાં મોડાસા-રાજેન્દ્રનગર હાઇવે પર 50 વધુ હોર્ડિંગ જોવા મળ્યા છે. ભુપેન્દ્ર ઝાલા હાલ પોન્ઝી સ્કીમના આરોપસર જેલમાં છે. પણ હોર્ડિંગમાં કોણ સમર્થન કરી રહ્યું છે? જેનો ઉલ્લેખ ન હોવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વિસ્તારમાં એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે, કે લોકો ભુપેન્દ્ર ઝાલાને સમર્થન કરી રહ્યા છે. અને મળતિયાઓ ભેગા થઈને સીઆઇડી અને સરકાર પણ દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હવે સીઆઇડી ક્રાઇમ આ હોર્ડિંગ્સ લગાવનારાઓની તપાસ કરી રહી છે, અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર