રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા22 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ડીસા પંથકમાં વરસાદની ભારે ખેંચ: વાવણી નિષ્ફળ જવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતિત

ડીસા પંથકમાં વરસાદની ભારે ખેંચ: વાવણી નિષ્ફળ જવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતિત

જિલ્લાના કેટલાક ભાગોમાં દિવસભર છુટાછવાયા વરસાદી ઝાપટાં ઓ શરૂ થયા 

ભરપુર વરસાદ ન થતાં ઉકળાટ અને ગરમીનો માહોલ યથાવત 

વધતી જતી ગ્લોબલ વોર્મિંગને લઇ ઋતુચક્ર પર તેની ગંભીર અસરો વર્તાઈ રહી છે આ ઉપરાંત આ વર્ષે અલનિનોની અસરથી ચોમાસું ઋતુ શરુઆત થયા બાદ પણ અનેકભાગોમાં વરસાદની ભારે અછત જોવાં મળી રહી છે. જુલાઇ મહિનો પુર્ણ થવા આવ્યો હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ થયો છે. જેને લઇ વિકટ પરિસ્થિતિનનુ નિર્માણ થવા જઈ રહ્યું છે. અડધો વરસાદના અભાવે ગરમીથી પ્રજાજનો ત્રાસ બની ગયા છે. દિવસભર સતત ઉકળાટ વચ્ચે જીલ્લામાં છુટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડયા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી તા. 24 થી 27 સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જનારા વરસાદી સીસ્ટમ આ ઉપરાંત અરબસાગર અને પાકિસ્તાન પર સર્જાયેલી સીસ્ટમ સક્રિય રહે તો ચોક્કસ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યારે વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા પ્રજાજનો પણ પ્રાર્થનાઓ કરી રહયા છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર