રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ16 મે, 2026| Super Admin

સરસ્વતીના ખારેડામાં લગ્ન પ્રસંગે ડીજે/સંગીત બંધ કરાવવા મામલે જૂથ અથડામણ

સરસ્વતીના ખારેડામાં લગ્ન પ્રસંગે ડીજે/સંગીત બંધ કરાવવા મામલે જૂથ અથડામણ

વરપક્ષના યુવક પર છરી વડે હુમલો કરાતા હોસ્પિટલમાં દાખલ કરાયો

સરસ્વતી તાલુકાના ખારેડા ગામે લગ્નપ્રસંગમાં આવેલા તરતડીયા વગાડવા વાળા માણસોને જમવા માટે સંગીત બંધ કરાવવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને ત્રણ શખ્સોએ એક યુવકને ગડદાપાટુનો માર મારી માથામાં છરી ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે વાગડોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ખોડાણા ગામના હિતેશજી પ્રધાનજી ઠાકોરના કુટુંબી કાકાના દીકરા ચેતનજી ઠાકોરની જાન 10/05/2026ના રોજ ખોડાણાથી ખારેડા ગામે ગઈ હતી. બપોરે આશરે 12 વાગ્યાના સુમારે જાનમાં લાવેલા તરતડીયા વગાડવા વાળા માણસોને જમવાનો સમય થયો હોવાથી સંગીત વગાડવાનું બંધ કરવામાં આવ્યું હતું. આ બાબતે ખારેડા ગામના પ્રકાશજી પોપટજી ઠાકોર, અલ્પેશજી પોપટજી ઠાકોર અને સેણાજી બદાજી ઠાકોરે સંગીત કેમ બંધ કર્યું તેમ કહી પૂછપરછ કરી હતી. જાનૈયાઓએ જમવા માટે બંધ કર્યું હોવાનું કહેતા પ્રકાશજી ઠાકોર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.

યુવકે ગાળો બોલવાની ના પાડતા અલ્પેશજી અને સેણાજી પણ પ્રકાશજીની વહારે આવ્યા હતા અને યુવકને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન પ્રકાશજીએ પોતાના હાથમાં રહેલી છરી યુવકના માથાના ભાગે મારી દીધી હતી. લગ્નપ્રસંગમાં હોબાળો મચી જતાં યુવકના માતા-પિતા અને ભાઈ દોડી આવ્યા હતા અને તેને વધુ માર મારવામાંથી છોડાવ્યો હતો. હુમલો કરનાર શખ્સોએ જતા-જતા યુવકને જાનથી મારી નાખવાની ધાક-ધમકી પણ આપી હતી.ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ખારેડાથી ખાનગી વાહન દ્વારા હોસ્પિટલ લઈ જઈ પ્રાથમિક સારવાર અપાઈ હતી. આ મામલે સામાજિક સ્તરે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી પોલીસ ફરિયાદમાં વિલંબ થયો હતો. જોકે, સમાધાન ન થતાં અને યુવકને માથામાં અસહ્ય દુખાવો ઉપડતા તેને પાટણની  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે વાગડોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Saraswati

સંબંધિત સમાચાર