રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ડીસામાં જલઝીલણી એકાદશી અને ગણેશ વિસર્જન નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી

ડીસામાં જલઝીલણી એકાદશી અને ગણેશ વિસર્જન નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી

ગણેશ વિસર્જન સાથે ધાર્મિકતાનો માહોલ રચાયો

ડીસા શહેરમાં જલઝીલણી એકાદશી તથા ગણેશ વિસર્જન પ્રસંગે શ્રદ્ધા અને ભક્તિસભર માહોલમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં ઠેર-ઠેર ગણેશ વિસર્જન સાથે ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો.​ ડીસા ખાતે આવેલ મહંત રામદાસજી પ્રહલાદાસજીના રામજી મંદિરે ૭૭મા અખંડ રામધૂન ઉત્સવનો પ્રારંભ ભાદરવા સુદ-૧૦, સોમવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે થયો હતો. ત્યારબાદ ભાદરવા સુદ-૧૧ ના રોજ સવારે ૯ કલાકે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને બપોરે ૧:૩૧ કલાકે રામધૂનની પૂર્ણાહુતિ થઈ હતી.

​આ પ્રસંગે બપોરે ૩:૦૦ કલાકે ડીસાના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં ભગવાનની ત્રણેય મંદિરની પાલખીની ભવ્ય જલયાત્રા અને શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. આ શોભાયાત્રા રામજી મંદિરથી નીકળીને રીસાલા મંદિર, સુભાષચોક, પોલીસ સ્ટેશન, લેખરાજ ચાર રસ્તા, રામજી મંદિર, જૂની જેલ, સદર બજાર, મારવાડી મોચીવાસ અને અંબાજી મંદિર થઈ વાડી રોડ સ્થિત ડો. વિજયભાઈ સૈનીના કૂવા પર પહોંચી હતી, જ્યાં ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું. 

ત્યારબાદ વાડી રોડ, લેખરાજ ચાર રસ્તા, સરસ્વતી રેસ્ટોરન્ટ અને રીસાલા મસ્જિદ થઈ રાત્રે ૯:૦૦ કલાકે પરત રામજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી.​શોભાયાત્રામાં ભગવાનની પાલખીઓના દર્શન સાથે જ ગણેશજીની મૂર્તિઓને ઊંટગાડી, ટ્રક, ટ્રેક્ટર વગેરે વાહનોમાં સજાવીને હર્ષોલ્લાસ સાથે વિસર્જન અર્થે લઈ જવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં ડીસા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી અને દર્શનનો લાભ લીધો હતો.​સમગ્ર આયોજન દરમિયાન ડીસા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અને સુંદર બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર શોભાયાત્રા અત્યંત શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર