રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી

ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી

ટીવી સ્ક્રીનમાં વડાપ્રધાન મોદીનું સંબોધન પણ સૌએ નિહાળ્યું

વિશ્વભરમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, પાલિકા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ‘સ્વસ્થ જીવન માટે યોગ’ના સૂત્ર સાથે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વિવિધ યોગાસનો કરીને આરોગ્ય જાગૃતિનો સંદેશ આપ્યો હતો ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં વહેલી સવારથી જ લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

યુવાનો, મહિલાઓ, વડીલો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સામૂહિક યોગાભ્યાસ યોજાયો હતો, જેમાં યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ દિવસ નિમિત્તે આપેલા સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યોગના નિયમિત અભ્યાસથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવાના સંદેશ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ યોગમય બની ગયું હતું અને ઉપસ્થિત લોકોએ સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.આમ, ડીસા શહેરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી વચ્ચે સ્વસ્થ જીવન અને તંદુરસ્ત સમાજનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ યોગ પ્રત્યે લોકોનો વધતો વિશ્વાસ અને જાગૃતિ પણ દર્શાવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa#World Yoga Day

સંબંધિત સમાચાર