રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં મોઢેરા રોડ પર ગોઝારો અકસ્માત: પુત્રની નજર સામે જ માતાનું મોત

મહેસાણામાં મોઢેરા રોડ પર ગોઝારો અકસ્માત: પુત્રની નજર સામે જ માતાનું મોત

મહેસાણા શહેરના મોઢેરા રોડ પર એક ગોઝારા માર્ગ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા આધેડ મહિલાનું ટ્રકના ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સ્કૂટર ચલાવી રહેલા તેમના પુત્રનો સામાન્ય ઈજા સાથે આબાદ બચાવ થયો હતો.

મૂળ કચ્છના નખત્રાણાના વતની અને હાલ મહેસાણાના નાગલપુર હાઈવે સ્થિત સ્વાગત બંગ્લોઝમાં રહેતા ૨૦ વર્ષીય કોલેજિયન યુવાન શિવમ દિલિપકુમાર પટેલ ગત ૨૬ મે ના રોજ બપોરે પોતાની માતા ભગવતીબેનને એક્ટિવા (GJ-18-CA-3900) પર બેસાડીને કથામાં મૂકવા જઈ રહ્યો હતો. બપોરે સવા ત્રણેક વાગ્યાના અરસામાં મોઢેરા રોડ પર સુકન બંગ્લોઝના ગેટ પાસેથી પસાર થતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઇવા ટ્રકના (GJ-02-BD-5184) ચાલકે ગફલતભરી રીતે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી.

ટ્રકની જોરદાર ટક્કર લાગતા શિવમ રોડની ડાબી તરફ પટકાયો હતો, જ્યારે તેની માતા ભગવતીબેન જમણી બાજુ પડતા ટ્રકનું પાછલું વજનદાર ટાયર તેમના પર ફરી વળ્યું હતું. કમરથી ઉપરનો ભાગ કચડાઈ જવાથી માતાનું ઘટનાસ્થળે જ હ્રદયદ્રાવક મોત નીપજ્યું હતું. જ્યારે પુત્ર શિવમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેનો લાભ લઈ ટ્રક ચાલક પોતાનું વાહન ત્યાં જ રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો. પોતાની નજર સામે જ માતાનું મૃત્યુ થતાં ગભરાયેલા પુત્રએ તાત્કાલિક પરિવારને ફોન કરી જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પરિવારજનો અને મહેસાણા 'બી' ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપ્યો હતો. હાલમાં પોલીસે ફરાર ટ્રક ચાલક સામે કાયદેસરનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mehsana##RoadAccident

સંબંધિત સમાચાર