રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા18 જુલાઈ, 2026| Super Admin

ડીસાને ભેટ : અદ્યતન ફાયર સ્ટેશન અને નવી નગરપાલિકા ભવન માટે જમીન ફાળવાઈ

ડીસાને ભેટ : અદ્યતન ફાયર સ્ટેશન અને નવી નગરપાલિકા ભવન માટે જમીન ફાળવાઈ

શહેરના ઝડપી વિકાસ સાથે પ્રજાની સુવિધાઓમાં વધારો થશે

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરના ઝડપી વિકાસ અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીસા ખાતે આધુનિક નવી નગરપાલિકા બિલ્ડિંગના નિર્માણ તેમજ અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવા માટે કરોડોની કિંમતની જમીનની ફાળવણી કરવામાં આવી છે. સરકારના આ લોક ઉપયોગી નિર્ણયને પગલે સ્થાનિક આગેવાનો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.શહેરની મધ્યમાં વહીવટી કામગીરી વધુ સુદ્રઢ બને અને પ્રજાના કામો ઝડપથી થાય તે હેતુથી એક જ છત્ર નીચે તમામ સરકારી સેવાઓ મળી રહે તેવું આધુનિક  નગરપાલિકા બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ ભવ્ય અને અદ્યતન ભવનના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ૪૩,૦૦૦ ચોરસ ફૂટ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. 

80.jpg 129.18 KB
આ ઉપરાંત, ભવિષ્યની આપત્તિઓ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ડીસા ખાતે એક અત્યાધુનિક નવું ફાયર સ્ટેશન બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ ફાયર સ્ટેશનના નિર્માણ માટે સરકાર દ્વારા ૫૮,૦૦૦ ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે.  જેથી કટોકટીના સમયે ફાયર ફાઇટરો ઝડપી કામગીરી કરી શકશે. ડીસાના વિકાસને નવી ગતિ આપતા આ બંને મહત્વના પ્રોજેક્ટ્સ માટે જમીન ફાળવવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહીડાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, વિકાસના કાર્યમાં ડીસાના ધારાસભ્ય અને વન પર્યાવણ મંત્રી પ્રવીણભાઈ માળીના પણ અથાક પ્રયત્નો તેમજ સરકારના સહયોગથી ડીસા શહેર આગામી દિવસોમાં સુવિધાઓની દ્રષ્ટિએ એક મોડેલ સિટી બનવા તરફ આગળ વધશે.

સંબંધિત સમાચાર